આયુર્વેદ ઘરેલું ઉપચાર

છેવટે મળી ગયો કબજીયાતની સમસ્યાનો કાયમી ઇલાજ, મળી જાય છે 100% પરિણામ.

છેવટે મળી ગયો કબજીયાતની સમસ્યાનો કાયમી ઇલાજ, મળી જાય છે 100% પરિણામ.

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો દરેક વ્યક્તિના શરીરમાં મોટાભાગના રોગોનો જન્મ પેટમાં થાય છે. જો તમારું પેટ સાફ રહેશે તો તમે બહુ જલદી રોગોનો શિકાર બની શકશો નહીં. જ્યારે વ્યક્તિને પેટના રોગો શરૂ થાય છે ત્યારે તે વ્યક્તિને ઘણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે.

આવી જ એક પેટ સાથે જોડાયેલી સમસ્યા કબજિયાત છે. જ્યારે કોઈ વ્યક્તિને કબજીયાતની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિને દુખાવો તો થાય જ છે સાથે સાથે વ્યક્તિનો સ્વભાવ પણ ચીડિયો બની જાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ચિંતા કરવાની જરૂર નથી.

કારણ કે આજના આ લેખમાં અમે તમને આ બીમારીથી પીડિત વ્યક્તિએ શું ખાવું જોઈએ અને કયા ઉપાય અપનાવવા જોઇએ, તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જો તમે કબજીયાતથી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ભોજનમાં જાયફળ સામેલ કરવું જોઇએ. હકીકતમાં જામફળમાં એવા ગુણ મળી આવે છે, જે પેટ માંથી ખરાબ બેક્ટેરિયા ની બહાર કાઢે છે. જેનાથી તમે કબજિયાતમાં સારું પરિણામ મેળવી શકો છો.

આ સિવાય તમારે દરરોજ રાતે એક ગ્લાસ પાણી ગરમ કરી લેવું જોઈએ. ત્યારબાદ તેમાં ચપટી હરડેનો પાવડર ઉમેરી લેવો જોઈએ. હવે તેને બરાબર હલાવી જ્યારે પાણી નવશેકું બને ત્યારે તેનું સેવન કરવું જોઈએ. જેનાથી તમે સવારે ખુલાસા બંધ મળ ત્યાગ કરી શકો છો અને તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે.

તમારે દરરોજ રાતે સૂતા પહેલા એક અથવા બે સંતરા ખાવાની આદત બનાવવી જોઈએ. હકીકતમાં સંતરામાં ફાઈબર મળી આવે છે, જેનાથી તમારી પાચન શક્તિમાં સુધારો કરી શકાય છે અને તમને પેટના રોગો જેમ કે ગેસ, અપચો અને કબજિયાત થી છુટકારો મળી શકે છે.

જો તમે દરરોજ સવારે અને સાંજે ભોજન કરી લીધા પછી આમળાં ખાવાની આદત બનાવો છો તો તકે ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને તમને કબજીયાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

જો તમે એક ચમચી લીંબુના રસમાં સેંધા મીઠું મિક્ષ કરીને તેને ગરમ પાણી ઉમેરીને પી લો છો તો પણ તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે અને તમે કબજીયાતથી રાહત મળે છે.

તમે કબજીયાતથી છુટકારો મેળવવા માટે સવારે અને સાંજે ગરમ પાણી પીવાની આદત બનાવી શકો છો. જેનાથી તમારા પેટમાં રહેલી અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે અને તમારા આંતરડામાં જામી ગયેલા મળથી પણ રાહત મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *