હૃદય રોગ, ખીલ, હરસ-મસા, ટીબી સહિત ઘણા રોગોનો ઈલાજ છે આ વસ્તુ, ખાલી ક્લિક કરીને જાણી લો ઉપયોગ કરવાની રીત.
દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વાત કરવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણા રોગોથી છુટકારો મેળવી શકો છો. આવી જ એક ઔષધિ નું નામ અર્જુનનું ઝાડ છે, જે મોટે ભાગે ઉત્તર ગુજરાત અને કોંકણના જંગલોમાં દેખાવા મળી જાય છે. જેને ઘણા લોકો સ્ટાર વૃક્ષ તરીકે પણ ઓળખતા હોય છે. જેનો ઉપયોગ મોટેભાગે દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે.
અર્જુનના ઝાડની છાલ તમારા માટે દવાની જેમ કામ કરે છે. જો તમને સાંધાના દુખાવા થયા હોય, પિત્તની સમસ્યા હોય, હૃદયરોગની બીમારી થઇ હોય, ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું હોય, શરીરમાં ચરબી એકઠી થઈ ગઈ હોય વગેરે જેવી સમસ્યાઓ માટે તમે અર્જુનની છાલનો ઉપયોગ કરી શકો છો.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને અર્જુન ની છાલ નો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમે નીચે જણાવેલ ઉપાય યોગ્ય રીતે અપનાવો છો તો તમને આસાનીથી ઘણા રોગોથી છુટકારો મળી શકે છે.
દરેક વ્યક્તિને જીવંત રહેવા માટે હૃદય યોગ્ય રીતે કામ કરે તે ખૂબ જ જરૂરી છે. હૃદયમાં સહેજ બીમારી આવે છે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે. આવામાં જો તમે હૃદયને મજબૂત બનાવવા માંગો છો તો તમારે અર્જુન ની છાલ નો પાવડર બનાવીને તેમાં અડધી ચમચી મધ ઉમેરીને ખાલી પેટે સેવન કરવું જોઈએ. જેનાથી શરીરમાં તંદુરસ્તી આવી જાય છે અને તમને હૃદય રોગ થવાનો ભય રહેતો નથી.
જો તમને વારંવાર રકતસ્રાવ ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો પણ તમે અર્જુન ની છાલ નો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં અર્જુનની છાલમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે રક્તસ્ત્રાવની સમસ્યાથી છુટકારો આપે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે અર્જુનની છાલમાં એક ચમચી જેઠી મધ ઉમેરી ગોળ સાથે તેનું શરબત બનાવી લેવું જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમને રાહત મળે છે.
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાને સુંદર બનાવવા માંગે છે. જોકે પ્રદૂષણયુક્ત જીવનશૈલીને લીધે લોકો ચહેરા પર ખીલ-ડાઘ વગેરે ની સમસ્યાનો સામનો કરતાં હોય છે પંરતુ જો તમે અર્જુનની છાલમાં દૂધની મલાઈ ઉમેરીને ચહેરા પર માલિશ સ્વરૂપે લગાવો છો તો તમારા ખીલ ડાઘ દૂર થઈ જાય છે અને તમને પ્રાકૃતિક ત્વચા મળી શકે છે.
જો તમે હરસ-મસા જેવી લોહી સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને મળ સાથે રક્ત વહી રહ્યું છે તો તમારે અર્જુન ની છાલનો પાવડર, ગુલાબ ના પત્તા નો પાવડર, સોનેગરુ, ગ્લોત્સવ વગેરેને સાકર સાથે મિક્ષ કરીને સવાર-સાંજ ફાકી સ્વરૂપે લેવું જોઈએ, જેનાથી હરસ-મસાની સમસ્યા થી છુટકારો મળે છે.
જો તમને વાળની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે અર્જુનની છાલનો પાવડર બનાવીને ઠંડા પાણીમાં મિક્સ કરી રાખવો જોઈએ. ત્યારબાદ તેનાથી વાળની માલીશ કરવી જોઈએ અને થોડીક વાર પછી વાળને શુદ્ધ પાણીથી ધોઈ નાખવા જોઈએ. આ ઉપાય કરવાથી વાળ સફેદ થઈ જવાની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
જો તમને ટીબી ની સમસ્યા થઈ હોય અને તમને વધુ પ્રમાણમાં ઉધરસ આવી રહી હોય તો તમારે અર્જુન ની છાલ નો પાવડર બનાવી તેમાં અરડૂસીનાં પાનનો રસ મિક્સ કરીને તેમાંથી ચાર ગ્રામ લેપ લઈને તેને સાકાર, મધ અને ઘી સાથે મિક્સ કરીને એક ચમચી લઈ લેવાથી ઉધરસ ની સમસ્યાથી છુટકારો મળે છે અને તમે ટીબીથી પણ રાહત મેળવી શકો છો.
જો તમને મોઢામાં વારંવાર ચાંદા પડે છે તો તમારે અર્જુનના છાલને પાવડર બનાવી તેને ગરમ પાણીમાં મિક્સ કરી લેવો જોઈએ. હવે જ્યારે પાણી બરાબર ઉકળવા લાગે ત્યારે તેને નીચે ઉતારી નવશેકું બને એટલે કોગળા કરવાથી ચાંદાની સમસ્યાથી રાહત મળે છે.