ભૂલથી પણ ફ્રિઝમાં ના રાખતા આ ચીજ વસ્તુઓ, નહીંતર બની જશે ઝેર સમાન.
સામાન્ય રીતે ફ્રીઝનો ઉપયોગ ચીજવસ્તુઓ લાંબા સમય સુધી ખરાબ ન થાય તે માટે કરવામાં આવે છે. ફ્રીજમાં રાખવામાં આવેલી વસ્તુઓ એક બે દિવસ સુધી ખરાબ થતી નથી. આ સાથે ફ્રીજમાં રાખેલી શાકભાજીઓ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે પરંતુ,
ઘણી વખત આપણે સમજ્યા વિચાર્યા વગર કેટલીક એવી વસ્તુઓને ફ્રિજમાં રાખી દેતા હોઈએ છીએ, જે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. હકીકતમાં એવી ઘણી વસ્તુઓ છે, જેને ફ્રીજમાં રાખવી જોઈએ નહીં. જો તમે આ વસ્તુઓને ફ્રિઝમાં રાખો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને એવા કેટલાક પદાર્થો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ભુલથી પણ ફ્રિઝમાં રાખવા જોઈએ નહીં.
કેળા સામાન્ય રીતે કેળા પાંચ દિવસ સુધી તાજા રહે છે પરંતુ તમે તેને ફ્રીજમાં રાખશો તો તે બહુ જલદી ખરાબ થઈ જાય છે. હકીકતમાં કેળાને એવા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે, જ્યા ગરમી વધારે હોય છે.
આજ કારણ છે કે વધારે ગરમી હોવા છતાં કેળા ખરાબ થતા નથી પરંતુ જ્યારે તમે તેને ફ્રિઝમાં રાખો છો ત્યારે તે ખરાબ થઈ જાય છે. હકીકતમાં ફ્રીજની ઠંડક કેળાને શ્યામ બનાવી દે છે. આજ કારણ છે કે તે બહુ જલદી ખરાબ થઈ જાય છે.
સંતરા કેળાની જેમ સંતરાને પણ ફ્રીજમાં રાખવા જોઇએ નહીં. મોટે ભાગે લોકો તેને ફ્રિજમાં સ્ટોર કરી દેતા હોય છે. જોકે બાદમાં તેના સેવનથી તે સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. હકીકતમાં સંતરામાં મળી આવતું સિટ્રિક એસિડ ફ્રીજ માં રહેલી ઠંડકને સહન કરી શકતું નથી. જેથી તે ખરાબ થઈ જાય છે. તેથી તમારે સંતરાને ભૂલથી પણ ફ્રિજમાં રાખવું જોઈએ નહીં.
સફરજન સફરજન એક એવું ફળ છે, જે બારે બાર મહિના મળે છે. લોકો શિયાળાની ઋતુમાં તો તેને બહાર રાખે પરંતુ ગરમીની ઋતુ આવતાની સાથે જ લોકો તેને ફ્રીઝમાં રાખવાનું શરૂ કરી દે છે પરંતુ શું તમે જાણો છો કે સફરજન ને ફ્રિજમાં રાખવું હિતાવહ નથી.
હકીકતમાં સફરજનમાં એન્જાઈમ હોય છે, જે ફ્રીઝમાં રાખવાથી જલ્દી બગડી જાય છે. આજ કારણે ફ્રીઝમાં સફરજન રાખવું જોઈએ નહીં. જો તમે તેને ઉનાળાની ઋતુમાં ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખવા માંગો છો તો તમારે તેને કાગળમાં લપેટીને મૂકવું જોઈએ.
એવોકાડો એવોકાડોને પણ ફ્રિઝમાં રાખવાની સલાહ આપવામાં આવતી નથી. હકીકતમાં એવોકાડોમાં ફેટી એસિડ મળી આવે છે, જેમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ હોવાને કારણે ફ્રીઝમાં રાખવાથી તેનો બહારનો ભાગ એકદમ કઠોર બની જાય છે અને અંદરનો ભાગ ખરાબ થઈ જાય છે.