આ વસ્તુ ખાઈ લેશો તો જીવનમાં ક્યારેય નહીં ચઢાવવા પડે લોહીના બાટલા, શરીર બની જશે એકદમ મજબૂત.

દોસ્તો મગ એક પ્રકારની દાળ છે, જે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. ભારતમાં મગની દાળને લીલી દાળ તરીકે ઓળખવામાં આવે છે. મગની દાળની તાસીર ઠંડી હોય છે, જેનો મુખ્ય ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. આ સાથે મગની દાળનું સેવન એશિયા, યુરોપ અને આફ્રિકાની સાથે સાથે અમેરિકામાં પણ કરવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો આપણે ભારતની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં મગની દાળ નું સૌથી વધારે ઉત્પાદન કરવામાં આવે છે. મગની દાળ માં રહેલા પૌષ્ટિક ગુણોને કારણે ડોક્ટરો પણ મગની દાળનું સેવન કરવાની સલાહ આપે છે. હકીકતમાં મગની દાળમાં મળી આવતાં પોષકતત્ત્વો તમને સ્વાસ્થ્ય સંબંધિત રોગથી દૂર રાખે છે, જે શરીરને સ્વસ્થ બનાવવામાં સહાયક બને છે. તો ચાલો આપણે મગની દાળનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

મગની દાળમાં પ્રોટીન, કેલરી, કાર્બોહાઈડ્રેડ, ફાઇબર, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, તમે તેનો ઉપયોગ સૂપ, દાળ, સંભાર, ચટણી, હલવો અને અન્ય મીઠાઈ બનાવીને કરી શકો છો. આ સિવાય મગની દાળનો ઉપયોગ ફેસ માસ્કની સાથે સાથે હેર માસ્ક બનાવવા માટે પણ કરવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા શરીરમાં લોહીની કમી હોય તો તમારે મગની દાળનું સેવન કરવુ લાભકારી સાબિત થાય છે. હકીકતમાં શરીરમાં આયર્નની કમી લોહીની ઉણપ નું કારણ બને છે પરંતુ જો તમે મગની દાળનું સેવન કરો છો તો શરીરમાં આયર્નની કમી તો દૂર થાય જ છે સાથે-સાથે તમે એનિમિયાથી પણ બચી શકો છો.

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો પણ મગની દાળને ડાયટમાં સામેલ કરી શકો છો. હકીકતમાં તેમાં કેલેરી બહુ ઓછા પ્રમાણમાં હોય છે અને ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને તમે અનિયમિત ભૂખને નિયમિત કરી શકો શકો છો. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રક્તચાપ નિયંત્રિત કરવા માટે પણ મગની દાળનું સેવન લાભકારી હોય છે. હકીકતમાં એક શોધ અનુસાર મગની દાળમાં એન્ટી હાઈપરટેન્શન એટલે કે ઉચ્ચ રક્તચાપ ને ઓછા કરનારા ગુણ મળી આવે છે. જે રક્તચાપ ની સમસ્યાને સામાન્ય રાખવામાં સહાયક બને છે.

મગની દાળમાં એન્ટી કેન્સર ગુણ મળી આવે છે કે શરીરમાં કેન્સરના કોશિકામાં વિકાસ થતા અટકે છે અને કેન્સર જેવી બીમારીથી બચાવ કરવામાં સહાય કરે છે. મગની દાળમાં મળી આવતું ફાઇબર પાચન સ્વાસ્થ્યનું પ્રમુખ ઘટક માનવામાં આવે છે. જે પાચનમાં સુધારો કરી તમને પેટના રોગોથી છુટકારો આપે છે.

જો તમે કબજિયાત, અપચો, ગેસ અન્ય સમસ્યાઓ પણ સામનો કરી રહ્યા હોય તો પણ તમે ભોજનમાં મગની સામેલ કરી શકો છો. મગની દાળમાં કોલેસ્ટ્રોલને ઓછુ કરવાના ગુણો મળી આવે છે, જે લોહીમાં રહેલું કુલ કોલેસ્ટ્રોલ અને એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરીને તમને હૃદય રોગથી છુટકારો આપે છે.

જ્યારે ઉનાળાની ઋતુ શરૂ થાય છે ત્યારે લોકો પાણી વધારે પીતાં હોય છે પરંતુ જ્યારે શિયાળો આવે છે ત્યારે પાણી બહુ ઓછા પ્રમાણમાં પીવામાં આવે છે, જેના લીધે તમે શરીરમાં પાણીની કમી મહેસુસ કરો છો જે તમને થાક, નબળાઇ, ત્વચા રોગ તરફ આગળ લઈ જાય છે પરંતુ તમે મગની દાળનું સેવન કરો છો તો તેમાં પાણી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે ડીહાઇડ્રેશનની સમસ્યા થવા દેતું નથી.

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે પણ મગની દાળનું સેવન કરવું લાભકારી હોય છે કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ભરપૂર માત્રામાં ફોલિક યુક્ત ખાદ્ય પદાર્થો ખાવાની સલાહ આપવામાં આવે છે. તેથી ગર્ભવતી મહિલાઓને મગની દાળ ખાવાથી બાળકના વિકાસ કરવામાં મદદ વિકાસમાં સહાયક બને છે, જે મહિલાઓની સાથે સાથે બાળકના વિકાસ માટે પણ કામ કરે છે.

Leave a Comment