દોસ્તો કેસર એક પ્રકારનો છોડ હોય છે અને તેના છોડમાંથી કેસર તરીકે ઉપયોગમાં આવતી વસ્તુ પેદા થાય છે. કેસર એકદમ સુગંધિત હોય છે, જેનો ઉપયોગ ઘણા પ્રકારની મીઠાઈઓ બનાવવા માટે કરવામાં આવે છે.
કેસરમાં ઘણા બધા ઔષધીય ગુણો પણ મળી આવે છે, જેનો ઉપયોગ ઔષધિઓ બનાવવાની સાથે સાથે ત્વચા રોગો માટે પણ લાભકારી માનવામાં આવે છે. કેસર માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેનું સેવન કરવાથી બાળકો માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
જોકે કેસર ફક્ત બાળકો માટે જ નહીં પરંતુ વૃદ્ધ લોકો માટે પણ દવાની જેમ કામ કરે છે. હકીકત કેસરની તાસીર ગરમ હોય છે. તેથી તેનો ઉપયોગ મોટેભાગે ઠંડા ક્ષેત્રમાં રહેતા લોકો વધારે કરે છે જો આપણે કેસરમાં મળી આવતા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, ઝિંક, સેલેનિયમ, ફોસ્ફરસ વગેરે મળી આવે છે.
જો તમારા બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડી ગઈ છે અને તે વારંવાર બીમાર પડે છે તો તમારે બાળકો નિયમિત રૂપે કેસરનું સેવન કરવા આપવું જોઈએ. જેનાથી બાળકો ઘણા રોગોથી સુરક્ષિત રહી શકે છે. કારણ કે કેસર માં મળી આવતાં પોષકતત્ત્વો તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
નવજાત બાળકોમાં શરદી અને કફની સમસ્યા દૂર કરવા માટે પણ કેસર ખૂબ ફાયદાકારક હોય છે. નવજાત શિશુ ને શરદી અને તાવ થઈ જાય છે તો તેને નાક અને માથા પર માતાના દૂધ સાથે કેસર મિક્સ કરીને લેપ બનાવીને લગાવવો જોઈએ.
આ સિવાય કેસરમાં જાયફળ મિક્સ કરીને તેનો લેપ બનાવી છાતી અને પેટ પર લગાવવામાં આવે તો પર કફથી છુટકારો મળે છે. બાળકોમાં આંખો સંબંધી સમસ્યાઓ દૂર કરવાનું પણ કેસર કામ કરે છે, જેનાથી આંખોની રોશની તેજ થાય છે. જો આંખોના સ્વાસ્થ્ય માટે પણ તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે કે આંખોના રોગો સામે લડવા ની શકતી આપે છે.
બાળકોમાં અનિંદ્રા એટલે કે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો પણ કેસર ખૂબ ફાયદાકારક હોય છે. બાળકોને દૂધમાં કેસર મિક્સ કરીને પીવડાવી દેવામાં આવે તો ઊંઘ ન આવવાની એટલે કે અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.
જો બાળકોને વારંવાર ઠંડી લાગી રહી હોય તો તેમના માટે કેસર ઉપયોગી છે. હકીકતમાં કેસર ની તાસીર ગરમ હોય છે અને તે ઠંડીથી સુરક્ષિત રાખે છે. બાળકોમાં પેટના રોગોથી રાહત મેળવવા માટે પણ કેસર ફાયદાકારક છે. કેસરમાં મળી આવતાં પોષકતત્ત્વો પાચનતંત્રને મજબૂત કરીને તેનાથી થતી બીમારીઓથી સુરક્ષા પ્રદાન કરે છે. આ સિવાય બાળકોને ખાંસીની સમસ્યા થઈ હોય તો પણ કેસરનો ઉપયોગ કરી શકાય છે