શરદી, ખાંસી સહિત 100થી વધારે બીમારીઓનો ઈલાજ છે આ વસ્તુઓ, મળશે ચપટી વગાડતાં રાહત..
મિત્રો ભાદરવાની ઋતુમાં કફ, શરદી, ઉધરસ અને વાઈરલ ઇન્ફેકશન જેવી બીમારીઓ ખૂબ જ સામાન્ય બીમારી છે. આ સમયગાળા દરમિયાન આ પ્રકારની બિમારી મોટાભાગના લોકોને થતી હોય છે.
મિત્રો જ્યારે પણ આ પ્રકારની બિમારી થાય ત્યારે બજારમાં મળતી દવાઓ કરતા આયુર્વેદિક ઉપચારો કરવા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો આજ ના આ લેખમાં અમે તમને ભાદરવા મહિનામાં થતા શરદી, ઉધરસ, કફ અને વાઇરલ ઇન્ફેકશનના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે જણાવા જઈ રહ્યા છીએ.
મિત્રો ભાદરવાની ઋતુમાં શરદી ઉધરસની સમસ્યા થાય ત્યારે આદુ, નાગરવેલના પાન અને મધનો રસ સરખા ભાગે લઈને તેને નિયમિતરૂપે ચાટવું જોઈએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જ્યારે તમને ખાંસીની સમસ્યા હોય ત્યારે ડુંગળીનો અર્ક અને મધનું મિશ્રણ કરીને તેનું નિયમિત રૂપે સેવન કરવું જોઈએ.
ભાદરવાની ઋતુમાં ચારથી પાંચ લવિંગ અને તુલસીના મિશ્રણને મધ સાથે સેવન કરવાથી વાયરલ ઈન્ફેક્શન અને શરદી ઉધરસમાં રાહત મળે છે. મિત્રો જે લોકોને વાઇરલ ઇન્ફેક્શનની સમસ્યા હોય તેવા લોકોએ તુલસીના પાન બે થી ત્રણ લવિંગ અને થોડા કાળા મરી ઉમેરીને તેના ઉકાળાનું નીયમીત સેવન કરવું જોઈએ.
મિત્રો જે લોકોને ભાદરવા મહિનામાં શરદીની સમસ્યા રહેતી હોય તેવા લોકો એ ખાંડનો ધુમાડો લેવો જોઈએ. જે લોકોને હલકા તાવની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ ચણાને ગરમ કરીને તેનું સેવન કરવું જોઈએ.
મિત્રો જે લોકોને વધારે પડતી ઉધરસના કારણે ગળું બેસી ગયું હોય તેવા લોકોએ નવશેકા પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને તેના કોગળા કરવા જોઈએ. આવું કરવાથી ગળામાં રાહત મળે છે. મિત્રો એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી અજમો નાખીને તેને ઉકાળવું પાણી ઠંડુ થાય ત્યારે તે પાણી વડે કોગળા કરવાથી ગળામાં થતો દુખાવો અને સોજો મટી જાય છે.
શરદી અને કફના કારણે થતી ગળામાં ખરાશ મટાડવા માટે નવશેકા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને તે પાણીના કોગળા કરવાથી રાહત મળે છે. આ ઉપાય નિયમિત રૂપે થોડા દિવસ કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે. નાના બાળકોને શરદી ઉધરસના કારણે ગળામાં દુખાવો થતો હોય છે.
આ દુખાવામાંથી રાહત મેળવવા માટે કાપેલા લીંબુમાં થોડી હળદર અને મીઠું ઉમેરીને કોગળા કરવા જોઈએ. આવું કરવાથી નાના બાળકના ગળામાં થતો દુખાવો દૂર થાય છે. જે લોકોને ગળામાં ચાંદા પડ્યા હોય તેવા લોકોએ એક ગ્લાસ હુંફાળા પાણીમાં મધ ઉમેરી નિયમિતરૂપે તેનું સેવન કરવું જોઈએ.
મિત્રો વધારે પડતાં કફના કારણે ગળામાં ખીચકિચ રહેતી હોય તેવા સમયે ઘીમાં શેકેલી ડુંગળીનું સેવન કરવું ફાયદાકારક સાબિત થશે. અંજીરનું સેવન કરવાથી છાતીમાં જામેલો કફ છૂટો પડે છે. મિત્રો જે લોકોને કફ અને શરદીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ દેશી આદુના ટુકડા ઘીમાં શેકીને દિવસમાં ત્રણથી ચાર વખત ચૂસવા જોઈએ.
મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ દેશી ઉપચાર કરવાથી ભાદરવાની સિઝનમાં થતા શરદી, ઉધરસ કફ અને વાઇરલ ઇન્ફેક્શનમાં રાહત મળે છે.