આયુર્વેદ ઘરેલું ઉપચાર

પેશાબમાં બળતરા, ખંજવાળ અને ઉનવા જેવી બીમારીઓનો રામબાણ ઈલાજ, મળશે 100% પરિણામ.

પેશાબમાં બળતરા, ખંજવાળ અને ઉનવા જેવી બીમારીઓનો રામબાણ ઈલાજ, મળશે 100% પરિણામ.

મિત્રો ઘણા લોકોને પેશાબને લગતી સમસ્યા હોય છે. મોટાભાગના લોકોને પેશાબ કરતા સમયે પેશાબમાં વધુ પ્રમાણમાં બળતરા થતી હોય છે. ઘણા લોકોને પેશાબમાં બળતરા થવાના કારણે પેશાબમાં લોહી પડતું હોય છે. 

પેશાબમાં વધુ પડતી બળતરા થવાને કારણે અને લોહી પડવાને કારણે ઘણા લોકો ખૂબ જ પીડા અનુભવે છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર પેશાબમાં થતી બળતરા અને લોહી પડવાની બીમારીને આપણે ગુજરાતીમાં ઉનવા તરીકે ઓળખીએ છીએ. 

મિત્રો ઉનવાના રોગમાં વ્યક્તિઓની પેશાબ લાગે છે પરંતુ પેશાબને બહાર નીકળતો નથી અને પેશાબ કરતી વખતે ખૂબ જ વધુ પ્રમાણમાં બળતરા થતી હોય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ સમસ્યા ખૂબ જ ગંભીર સમસ્યા માનવામાં આવે છે.

મિત્રો આ સમસ્યા બાળકોને પણ થઈ શકે છે. મોટાભાગના બાળકોને આ સમસ્યા થાય ત્યારે તેમને તાવ આવી જતો હોય છે ઉલટીઓ થતી હોય છે ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થતી હોય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઉનવાનો રોગ બેક્ટેરિયાના સંક્રમણથી ફેલાય છે.

ઘણા લોકોને દિવસ દરમિયાન ખૂબ જ ઓછું પાણી પીવાની આદત હોય છે જેના કારણે પણ ઉનવાનો રોગ થઈ શકે છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઉનવાના રોગની તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં ન આવે તો આ રોગ ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. 

મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઉનવાના રોગ ના આયુર્વેદિક ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ઈલાયચી પેશાબના રોગો માટે ખૂબ જ કારગર સાબિત થાય છે. 

ઇલાયચીનું નિયમિત રીતે સેવન કરવાથી પેશાબને લગતા રોગો મટી જાય છે. મિત્રો જે લોકોને પેશાબમાં ઉનવાની સમસ્યા હોય તેવા લોકોએ બે થી ત્રણ ઇલાયચિને ખાંડીને સૂંઠના પાવડર સાથે ભેરવી દો. આ પાવડરને દાડમના રસ સાથે મિક્ષ કરીને નિયમિત રીતે સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર નારિયેળનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. નારિયેળ પાણી પેટ અને પેશાબના રોગો માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. મિત્રો ઉનવાના કારણે પેશાબમાં સંક્રમણ થાય અને પેશાબને લગતી સમસ્યા થાય ત્યારે નારિયેળ પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

પેશાબમાં થતી બળતરામાં નાળિયેરનું પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ખાટા ફળો પેશાબને લગતા રોગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પેશાબમાં થતી બળતરામાંથી છુટકારો મેળવવા માટે વિટામિન સીથી ભરપૂર એવા ફળોનું સેવન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. 

ખાટા ફળો નુ સેવન કરવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે અને પેશાબમાં થતી બળતરા દૂર થાય છે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી પેશાબમાં થતી બળતરા અને ઉનવાના રોગ મટી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *