તમારા રસોડામાં રહેલી આ વસ્તુ છે સૌથી વધારે બીમારીઓનો ઇલાજ, આજ સુધી 90 ટકા લોકો છે અજાણ.

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ છે સૌથી વધારે બીમારીઓનો ઇલાજ, આજ સુધી 90 ટકા લોકો છે અજાણ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજની ભાગદોડભરી જીંદગીમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે. ભલે સમસ્યાઓ ગંભીર ના હોય પરંતુ સમય સાથે તે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. આવામાં આપણે પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે.

આપણા રસોડામાં હાજર ગરમ મસાલા ફક્ત ભોજનનો સ્વાદ જ વધારતા નથી પરંતુ આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. આમાંથી મોટાભાગના મસાલાઓનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિના રૂપમાં કરવામાં આવે છે અને ખસખસ આ ઔષધિઓ માંથી એક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકતમાં ખસખસ પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે અને ફાઈબરથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં વિભિન્ન પ્રકારના વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે મળી આવે છે. આ સાથે તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ખસખસનું સેવન કરવાથી શરીરને થતા ફાયદાઓ વિશે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. ખસખસ આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે સારું બનાવે છે. તેના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે સાથે સાથે તેમાં મળી આવતા સફેદ રંગનાં બીજ આપણા શરીરની સુરક્ષા કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મોટેભાગે ખસખસ નો ઉપયોગ પેટ સંબંધી બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તેનાથી ગેસ, અપચો, કબજિયાત વગેરેથી રાહત મળે છે. હવે ચાલો આપણે તેનો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ વિશે જાણીએ.

જો તમે ખસખસને દૂધ સાથે મિક્સ કરીને સેવન કરો છો તો તમને ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ઉનાળાના દિવસોમાં દૂધમાં ખસખસ મિક્સ કરીને પીવો છો તો શરીર નું તાપમાન કાબુમાં આવે છે. આ દૂધ શરીરને બહારની ગરમીથી બચાવે છે,

આ સાથે જો શિયાળાની ઋતુમાં દૂધ સાથે ખસખસ લેવામાં આવે તો શરદી અને ખાંસી થી રાહત મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો દૂધમાં ખસખસ મિક્સ કરીને પીવી જોઈએ. કારણ કે તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

કબજિયાત અને બ્લડપ્રેશરના દર્દીઓ પણ બદામ તથા ખસખસને દૂધમાં મિક્સ કરીને લઈ શકે છે. કારણ કે ખસખસ અને બદામને દૂધ સાથે પીવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. તે આપણા શરીરની સાથે સાથે મગજને પણ સક્રિય રાખે છે. તેનાથી ચિંતા, હતાશા દૂર કરી શકાય છે.

મખાના અને ખસખસ સાથે દૂધનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે. મખાના અને ખસખસને દૂધમાં મિક્ષ કરીને પીવાથી મેટાબોલિઝ્મ સક્રિય થાય છે. જે વજનને નિયંત્રણમાં લાવવા માટે કામ કરે છે,

જે લોકો પાતળા છે તેવા લોકો પણ આ મખાના અને ખસખસ સાથે દૂધનું સેવન કરી શકે છે. કારણ કે તેમાં મળી આવતા કેલ્શિયમ અને ફોસ્ફરસ શરીર વધારવા માટે કામ કરે છે અને હાડકા પણ મજબૂત થાય છે.

જો તમને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા થાય છે તો ખસખસ રામબાણ ઔષધી સાબિત થઇ શકે છે. આયુર્વેદમાં શરીર ની ગરમી ઓછી કરવા માટે ખસખસ ખૂબ જ અસરકારક વસ્તુ માનવામાં આવે છે. આવામાં મોઢાના ચાંદા થી રાહત મેળવવા માટે ખાંડ સાથે ખસખસને મિક્સ કરીને ફાકી કરવી જોઈએ.

કબજીયાતની સમસ્યા માટે પણ ખસખસ એક સારો ઉપાય છે. તે પાચનતંત્રને યોગ્ય રીતે કામ કરવા માટે પ્રેરણા આપે છે. તેમાં મળી આવતું કેલ્શિયમ તમારા શરીરને સ્વસ્થ બનાવે છે. આ સાથે કબજિયાતથી પણ રાહત આપે છે.

Leave a Comment