આયુર્વેદ ઔષધી ઘરેલું ઉપચાર

ફક્ત 10 જ કલાકમાં છાતીમાં જામી ગયેલો કફ અને શરદી થઈ જશે છૂમંતર, ખાલી કરવો પડશે આ દેશી ઉપાય.

ફક્ત 10 જ કલાકમાં છાતીમાં જામી ગયેલો કફ અને શરદી થઈ જશે છૂમંતર, ખાલી કરવો પડશે આ દેશી ઉપાય.

દોસ્તો સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન થતાની સાથે લોકો વાયરલ બીમારીઓનો શિકાર બની જાય છે. જેમાં શરદી, ઉધરસ અને કફની સમસ્યા સૌથી વધુ લોકોને હેરાન કરતી હોય છે. જો તમે પણ આ વાયરલ બીમારીનો શિકાર બની ગયા છો તો તમારે સમજવું જોઈએ કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે વાયરલ બીમારીઓથી છુટકારો અપાવવા માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે.

જો તમને કફ અને શરદી ની સમસ્યા થઈ રહી છે તો તમારે સૌથી પહેલા સમારેલી ડુંગળી લેવી પડશે. હવે તેમાં ડુંગળી ડૂબી જાય એટલું મધ ઉમેરીને લેવું પડશે. ત્યારબાદ તે બંનેને એર ટાઈટ ડબ્બામાં ભરી દેવું જોઈએ. ત્યારબાદ 10 થી 12 કલાક પછી આ ડુંગળીને એક પછી એક ખાઈ લેવી જોઈએ. આનાથી તમને કાયમી ધોરણે રાહત મળશે.

તમે આજ પહેલા આમળાનો ઉપયોગ ઘણી વખત કર્યો હશે પરંતુ તમને જણાવી દઈએ કે આમળા શરદી અને ઉધરસની સમસ્યા થી છુટકારો અપાવવા માટે પણ ખૂબ જ કારગર માનવામાં આવે છે. આ માટે તમે આમળાનો મુરબ્બો બનાવીને પણ ખાઈ શકો છો અથવા આમળાને સીધા પણ ખાઈ શકો છો.

તમે અળસીનો ઉપયોગ કરીને પણ વાયરલ બીમારીથી છુટકારો મેળવી શકો છો. આ માટે તમારે એક ચમચી અળસી ને પાણીમાં ઉમેરીને કાઢી લેવી જોઈએ. હવે જ્યારે પાણી ઉકરી જાય ત્યારે તેમાં મધ અને લીંબુનો રસ ઉમેરી જ્યારે તે નવશેકુ બને ત્યારે તેનું સેવન કરવું જોઈએ. આનાથી તમને શરદી ઉધરસ થી રાહત મળશે.

સામાન્ય રીતે લસણ પણ શરદી ની સમસ્યાથી રાહત આપવા માટે કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે લસણની બે થી ત્રણ કળીઓને લઇને તેને ઘીમાં શેકી લેવી જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમને વાયરલ બીમારીઓથી છુટકારો મળશે.

જો તમે કાળા મરીને મધ સાથે મિક્સ કરીને તેની ફાકી કરો છો તો તેનાથી નાકમાંથી પાણી પડવાની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે તેનો ઉપયોગ કરવાથી શરદી અને ઉધરસથી પણ રાહત મળે છે. તમે કાળા મરીનો પાવડર ગરમ દૂધમાં મિક્ષ કરીને પણ પી શકો છો, તમે તેમાં સ્વાદ માટે સાકર પણ ઉમેરી શકો છો.

તમે જાણતા જ હશો કે શરદી ઉધરસની સમસ્યા થી છુટકારો મેળવવા માટે તુલસી પણ રામબાણ સાબિત થઇ શકે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે તુલસીના પાન લઈને તેને ગરમ પાણીમાં ઉમેરી લેવા જોઈએ. હવે જ્યારે તેનો ઉકાળો બને ત્યારે તેનું સેવન કરવાથી વહેતા નાકની સમસ્યાથી લઈને શરદી, ઉધરસ થી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *