આ ખાસ કારણે નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર, સમયસર જાણી લેજો નહીં તો થશે નુકસાન.
ટીવીના મોસ્ટ ફેમસ અભિનેતા અને બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા નું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકને લીધે નિધન થઈ ગયું છે. 40 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધાર્થ ના મૃત્યુથી બધા લોકોને આઘાત લાગ્યો છે. કૂપર અસ્પતાલ માં તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી.
જોકે સિદ્ધાર્થ એકદમ ફિટ હતા અને તેને પહેલાં કોઈ પણ જાતની હૃદય સંબંધી બીમારી નહોતી. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જરૂરી છે કે એવી તો શું કારણ હતું કે તેના લીધે સિદ્ધાર્થ શુક્લા નું નિધન થઈ ગયું. જો આપણી ડોક્ટરોની વાત માની લઈએ તો તેઓની હાર્ટ એટેકનો સામનો કરવો પડ્યો હતો.
આજકાલ બહુ નાની ઉંમરના લોકોમાં હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે શરૂઆતમાં આ રોગ મોટેભાગે ચોક્કસ ઉંમર પછી સામે આવે છે પરંતુ પાછલા એક બે વર્ષથી હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર યુવાનોની સંખ્યામાં તેજીથી વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને તેના પાછળના મુખ્ય કારણો જણાવવા જઈ રહ્યા છીએ.
આજે મોટાભાગના યુવાનો 18 થી 25 વર્ષની ઉંમરમાં સિગારેટ અને દારૂ પીવાનું શરૂ કરી દે છે. ડોક્ટરોના કયા અનુસાર આ આદત તેમને હૃદયરોગનો શિકાર બનાવે છે. હકીકતમાં હ્રદય સાથે જોડાયેલી કોઇપણ ગંભીર બીમારી માદક દ્રવ્યોને મોટાભાગે થાય છે. તેનાથી ઘણા પ્રકારના હ્રદય રોગ થાય જ છે સાથે-સાથે હાર્ટ એટેક આવવાનો પણ ભય વધી જાય છે.
આજની યુવાન પેઢી ભૂખને સંતોષવા માટે ઘરમાં બનાવેલા ભોજનની જગ્યાએ જંકફૂડ ઉપર નિર્ભર થઈ ગઈ છે. તે અવાર-નવાર બજારમાં મળી આવતી ચીજ-વસ્તુઓનું સેવન કરે છે. જેમાં કેલરીની માત્રા વધારે હોય છે, જે હૃદય પર ખરાબ પ્રભાવ પાડે છે.
આ સાથે મોટાભાગના યુવાનો દૂર શહેરમાં રહીને નોકરી કરી રહ્યા છે, જેના લીધે તેઓ ઘરનું ભોજન ખાવાની જગ્યાએ બહાર મળી રહેતા પેકેટ ફૂડ પણ નિર્ભર થઈ ગયા છે, જે તેમની તંદુરસ્તી અંદરથી ખોખલી બનાવી દે છે.
યુવાન લોકો ફિલ્મી હીરો જેવી બોડી બનાવવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડતા હોય છે. આ સાથે ઘણા યુવાનો મસલ્સ બનાવવા માટે શોર્ટકટ રસ્તો પણ ઉપયોગ કરે છે અને બજારમાં મળી આવતા પ્રોટીન પાવડર નો સહારો લેતા હોય છે,
જેનાથી બહારથી બોડી એકદમ ખુબસુરત બની જાય છે પરંતુ તે શરીરને અંદરથી કમજોર બનાવે છે. હકીકતમાં સ્ટીરોઈડ સ્વરૂપે મળેલો પ્રોટીનનો પાઉડર બ્લડ સર્ક્યુલેશન મુશ્કેલીઓ ઉભી કરે છે, જેનાથી હૃદય અને કિડની બંને પર ખરાબ પ્રભાવ પડે છે.
વ્યસ્ત જીવનશૈલી અને ભાગદોડ ભરી જીંદગી ના કારણે આજકાલ યુવાનો લોકો ભોજન પર ધ્યાન આપી શકતા નથી. જ્યારે તેમને ભૂખ લાગે છે ત્યારે તેઓ બહાર મળી આવતા જંક ફૂડ ઉપર નિર્ભર થઈ ગયા છે. લાંબા સમય સુધી કામ કરવું અને જંક ફૂડનું સેવન કરવાથી રક્ત વાહિનીઓ ઉપર સીધી અસર પડે છે. આ જ કારણ છે કે યુવાન લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાતા હોય છે.
બોલીવુડ સેલેબ્સ પ્રત્યે યુવાનોનો એટલો બધો ક્રેઝ છે કે તેઓ તેમના જેવી બોડી બનાવવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો પાડતા હોય છે પરંતુ ઘણી જગ્યાએ યુવાઓ જીમમાં ડાયટ ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે. જેના લીધે શરીરને જે પોષક તત્વો મળવા જોઈએ તે મળી રહેતા નથી અને શરીર અંદરથી કમજોર બની જાય છે. જેનાથી હ્રદયરોગ થવાનો ભય રહે છે.