આયુર્વેદ ઔષધી ઘરેલું ઉપચાર

મફતના ભાવે મળી આવતી આ ઔષધિ ખાઈ લેશો તો જીવનમાં નહીં થાય કોઈ રોગ, માનવામાં આવે છે અમૃત સમાન.

મફતના ભાવે મળી આવતી આ ઔષધિ ખાઈ લેશો તો જીવનમાં નહીં થાય કોઈ રોગ, માનવામાં આવે છે અમૃત સમાન.

દોસ્તો આજની ભાગદોડભરી જિંદગીમાં લોકો બીમારીઓથી ત્રસ્ત થઈ ગયા છે. જેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. આ સાથે કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે જે વ્યક્તિને હેરાન કરી દે તો તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવામાં લોકો ડોકટરી દવાઓનો આશરો લેતા હોય છે.

જોકે તમારે જાણવું જોઈએ કે વધુ પડતી ડોકટરી દવાઓનો ઉપયોગ કરવાથી પાછળ જતા નુકસાનનો સામનો કરવો પડતો હોય છે. જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે કેટલાક ઘરેલું ઉપચાર કરવા જોઈએ. કારણ કે ઘરેલુ ઉપચાર કરવાથી કોઈ આડઅસર થતી નથી અને તમને ઝડપથી રાહત મળી શકે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે આસાનીથી ઘરબેઠા બીમારીઓથી છુટકારો મેળવી શકશો. આ સાથે તમને કોઈ આડઅસર પણ થશે નહીં.

સામાન્ય રીતે ફુદીના નો ઉપયોગ ભારતીય ઘરોમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સાથે તેનાથી શરીરને એકદમ ઠંડક પ્રસરી જાય છે અને પેટને ઠંડક મળી શકે છે. આ સાથે ફૂદીનામાં એવા ઘણા ઔષધીય ગુણો મળી આવે છે, જેનાથી તમે આસાનીથી બીમારીઓથી છુટકારો મળી શકશે.

જો તમને પેટના રોગોનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ તમે ફુદીનાનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં ફુદીના ની તાસીર ઠંડી હોય છે, જે આપણા પેટના રોગો જેમ કે ગેસ, અપચો, કબજિયાત, એસિડિટી, ખાટા ઓડકાર, હેડકીની સમસ્યા વગેરે રાહત આપવા માટે કામ કરે છે. આ માટે તમારે દરરોજ સવારે ફુદીનાનું સેવન કરવું જોઈએ.

આ સાથે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો તેનાથી હૃદય રોગ થવાનો ભય રહે છે. આ માટે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવું ખૂબ જરૂરી છે. કારણ કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરી દેવામાં આવે તો હૃદય રોગ થઈ શકતો નથી.

જો તમારી ત્વચા પર ખીલ, ડાઘ વગરની સમસ્યા રહેતી હોય તો પણ તમે ફુદીનાના પાનને પીસીને ચહેરા પર લગાવી શકો છો. જેનાથી ચહેરા પર ઠંડક મળે છે અને ખીલની સમસ્યાથી રાહત મળી શકે છે.

આથી જો તમારા ચહેરા પર કોઇ જગ્યાએ ઘા થયો હોય તો પણ તમે ફુદીનાના પાનને પીસીને તેને ચહેરા પર લગાવી શકાય છે. આ સાથે તેનાથી ઘા માંથી લોહી વહેવાની સમસ્યા દૂર થઈ જાય છે અને ઘામાં ઝડપથી રૂઝ આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published.