માંસપેશીઓના દુખાવાને કાયમ માટે દૂર કરી દેશે આ 5 ટિપ્સ, મિનીટોમાં દૂર થઈ જશે દુખાવા.
આજના આધુનિક સમયમાં લોકો અનેક બીમારીઓનો શિકાર બની ગયા છે. જેનાથી હાથ પગ ના દુખાવા, સ્નાયુના દુખાવા વગેરે બીમારીઓ લોકોને ખૂબ જ હેરાન કરે છે, જેનાથી દિવસ તો સારો જતો નથી સાથે સાથે રાતે ઊંઘમાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
જો તમારી સ્થિતિ પણ આવી છે તો આજે આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ચપટી વગાડતાં દુખાવાથી રાહત મેળવી શકશો.
તમને જણાવી દઈએ કે દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી નું સેવન કરવું જોઈએ કારણ કે પાણી આપણા સ્નાયુઓને મજબૂત બનાવવા માટે કામ કરે છે. આ સાથે બે હાડકાઓ અલગ થઈ ગયા હોય તો પણ તે જોડાવા માટે પાણીનો ઉપયોગ થાય છે. પાણી શરીરમાંથી હાનિકારક અશુદ્ધિઓને બહાર કાઢવા પણ મદદ કરે છે.
સામાન્ય રીતે રોજબરોજના તણાવને કારણે ઓક્સિજનની અછત ઊભી થાય છે, જેના લીધે સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે. આ સાથે તેનાથી સ્નાયુનો એકદમ સંકુચિત થઈ જાય છે, જે રક્ત પરિભ્રમણને યોગ્ય રીતે કાર્ય કરવા દેતું નથી અને દુખાવો થવા લાગે છે.
જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે માલિશ કરવી જોઈએ. કારણ કે માલિશ કરવાથી દુખાવાથી રાહત મળી શકે છે. જે લોકો શુદ્ધ શાકાહારી ભોજન નું પાલન કરે છે તેમના શરીરમાં પ્રોટીનની ઉણપ જોવા મળે છે, જે સ્નાયુના દુખાવા થવા પાછળનું કારણ માનવામાં આવે છે.
શરીરમાં પ્રોટીનની કમી ના હોય તો આપણું શરીર યોગ્ય રીતે કાર્ય કરવા માટે સક્ષમ બની શકે છે, આવામાં તમારે પ્રોટીન થી ભરપૂર ખોરાક નું સેવન કરવું જોઇએ. જેમાં તમે ઈંડા, ચિકન, માછલી, ફણગાવેલા અનાજ, કઠોળ વગેરે નો સમાવેશ કરી શકો છો.
આદુનો નો ઉપયોગ ચા બનાવવા માટે કરવામાં આવે છે. આદુ ચાનો સ્વાદ અનેક ઘણો વધારી દે છે. જો કે તમારે યાદ રાખવું જોઈએ કે આદુ એક પેન કિલર તરીકે પણ વાપરવામાં આવે છે, તેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ મળી આવે છે જે કોઈપણ પ્રકારની આડઅસર વિના કરેલા દુખાવાથી રાહત આપવા માટે કામ કરે છે. આ સાથે જો તમે સોજો આવ્યો હોય તો પણ તેનાથી રાહત મળી શકે છે.
આપણા શરીરમાં જ્યારે દુખાવો શરૂ થાય છે ત્યારે આપણે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ બની શકતા નથી. આ સાથે તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને સ્નાયુઓના દુખાવાથી રાહત મળી શકે છે.