દરરોજ આ વસ્તુને પલાળીને ખાઈ લેશો તો ઘોડા જેવા થઇ જશો મજબૂત, તમારાથી 100 ફૂટ દૂર રહેશે બધા જ રોગો.
કાળા ચણા ભારતીય ઘરોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક હોય જ છે સાથે સાથે સ્વાદમાં પણ ઉત્તમ હોય છે. જો તમે દરરોજ સવારે આ ચણાને પલાળી ને ખાવ છો તો તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ થઈ શકે છે,
તમારે તેનો ઉપયોગ કરવા માટે રાતે સૂતા પહેલાં તેને પલાળી દેવા જોઈએ અને સવારે ઉઠીને ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. દરરોજ સવારે કાળા ચણાનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યમાં ઘણો ફરક પડે છે અને તમે જીવનકાળ સુધી રોગોનો સામનો કરશો નહીં.
શાકાહારી લોકો મોટેભાગે પ્રોટીનની ઊણપને કારણે ઘણા રોગોનો સામનો કરતા હોય છે. આવામાં જો તમે દરરોજ સવારે ખાલી પેટ કાળા ચણાનું સેવન કરશો તો તમારા શરીરમાં પ્રોટીનની કમી દૂર થશે સાથે સાથે જો તમે લોહીની ઉણપ નો સામનો કરો છો તો તેનાથી પણ રાહત મળશે.
પલાળેલા કાળા ચણા માં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે પાચનતંત્રને સુધારવા માટે કામ કરે છે સાથે સાથે શરીરમાં હાજર હાનિકારક ટોક્સિન પણ બહાર કાઢે છે. જે પેટને સ્વસ્થ બનાવે છે. નિયમિત રૂપે દરરોજ કાળા ચણા ખાવાથી કબજિયાત અને એસીડીટીની સમસ્યા પણ થતી નથી.
પલાળેલા ચણા માં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને ન્યુટ્રીએસ્ટ મળી આવે છે, જે બ્લડને યોગ્ય રીતે શરીરમાં ફેરવે છે. આ સાથે તેમાં મિનરલ્સ હોય છે, જેનાથી લોહી ઘટ્ટ થઇ જતું નથી અને તમે હૃદય રોગથી દૂર રહી શકો છો.
કાળા ચણામાં સોલ્યુબલ ફાઈબર મળી આવે છે, જે ખરાબ એસિડને બહાર કાઢે છે અને શરીરમાંથી કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે. જેમાં મળી આવતું ડાયટરી ફાઇબર શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે.
કાળા ચણા માં પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, જે વાળ માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. આ સાથે તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન પણ હોય છે, જે વાળ ખરવાની સમસ્યાથી બચાવે છે.
જો તમે દરરોજ સવારે ઊઠીને પલાળેલા ચણા ખાવ છો તો તેનાથી તમારા શરીરમાં આખો દિવસ ઉર્જા રહે છે અને તમે થાક, નબળાઇ, આળસ વગર સારી રીતે કામ કરી શકો છો. આ સાથે કાળા ચણા ખાવાથી શરીર મજબૂત પણ બને છે.
જો તમારા ચહેરા પર કાળા ડાઘ ખીલ વગેરે ની સમસ્યા રહેતી હોય તો પણ તમે સવારે ખાલી પેટ પલાળેલા ચણા ખાઈ શકો છો. તેનાથી ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને તમને કુદરતી રીતે ચહેરા પર ચમક મળે છે.