આખો દિવસ કામ કર્યા પછી પણ રહીશો એકદમ ઉર્જાવાન, થાક, નબળાઇ, આળસ વગેરેથી મળશે 5 મિનિટમાં છુટકારો, અપનાવો આ દેશી ઉપાય.
દોસ્તો આજના સમયમાં ઘર અને કામના તણાવને લીધે લોકો માનસિક રીતે એકદમ અશક્ત બની ગયા છે. જેના લીધે તેઓ થોડું કામ કરીને પણ થાકી જાય છે. આ સાથે તેમને તણાવ અને હતાશા નો પણ સામનો કરવો પડે છે. જો તમારી સ્થિતિ પણ આવી છે,
તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી આળસ, નબળાઇ વગેરેને દૂર કરી શકશો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
તમે આજ પહેલા અળસીનો ઉપયોગ ક્યાંકને ક્યાંક કર્યો જ હશે. તમને જણાવી દઈએ કે અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આવામાં તમારે અઠવાડિયામાં બે વખત અળસીનું સેવન કરવું જોઇએ. આ માટે અળસીને રાતે પલાળીને સવારે ખાઈ શકો છો. જેનાથી તમને થાક, નબળાઈ વગેરેથી છુટકારો મળશે.
જો તમને થોડુક કામ કરીને થાક લાગે છે અથવા તણાવ અનુભવો છો તો તમારે વડનું દૂધ લઈને તેમાં પતાસા મિક્સ કરી લેવા જોઈએ. હવે તેના સેવન કરવાથી તમારી અશક્તિ ભાગી જાય છે. આ સાથે હૃદય અને શરીરને પણ લાભ થાય છે.
જો તમે એક કપ દૂધમાં જેઠીમધના ચૂર્ણને મિક્સ કરીને સેવન કરી લો છો તો તમારી મગજની શક્તિમાં વધારો થાય છે અને તમને લાંબા સમય સુધી કામ કર્યા પછી પણ થાકનો અનુભવ થતો નથી.
તમને જણાવી દઈએ કે ખસખસ માં પણ એવા ગુણધર્મ હોય છે, જે આપણા શરીરમાં મેટાબોલ્ઝિમની સાથે સાથે મગજની શક્તિમાં પણ વધારો કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે રાતે સૂતા પહેલાં ખસખસને પાણીમાં પલાળી દેવી જોઈએ અને સવારે તેમાં એક ચમચી મધ ઉમેરીને સેવન કરવું જોઈએ.
જેનાથી તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો અને તમને થાક પણ લાગશે નહીં. જો તમે સવારે ઊઠીને ભોજનમાં બે કેળા સામેલ કરો છો તો તેનાથી પણ તમે દિવસ દરમિયાન થાકનો અનુભવ કરી શકતા નથી. આ સિવાય ખજૂર પણ થાકને દૂર કરવા માટે કારગર માનવામાં આવે છે.
તમારે ભોજન કરી લીધા પછી બે ચમચી ઘી ની અંદર એક ચમચી મધ મિક્ષ કરીને સેવન કરવું જોઇએ, તેનાથી તમારું ભોજન પચી જાય છે અને તમે સારી રીતે કામ કરી શકો છો. તમારે દરરોજ સવારે ઊઠીને ફણગાવેલા ચણા અથવા અંકુરિત મગ નું સેવન કરવું જોઈએ.
જેનાથી તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે અને તમે માંસપેશીઓને મજબૂત બનાવી શકશો. આ સિવાય ખજૂરને ઘીમાં શેકીને ભાત સાથે લેવાથી પણ નબળાઈ દૂર થઈ જાય છે અને અશક્તિનો અનુભવ થતો નથી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાજરના રસમાં પણ એવા ગુણ મળી આવે છે જે અશક્તિ દૂર કરે છે. આ માટે તમારે દરરોજ સવારે ગાજરનો રસ એક ગ્લાસ પીવો જોઈએ. આ સિવાય તમે દૂધમાં ચમચી મધ મિક્ષ કરીને પણ પી શકો છો, કારણ કે તેનાથી પણ અશક્તિ દુર થાય છે.