છેવટે જાપાની લોકો શા માટે નથી હોતા મેદસ્વી? જાણો તેમની ફિટનેસનું સિક્રેટ, તમે પણ અપનાવીને બની શકો છો એકદમ ફીટ.

છેવટે જાપાની લોકો શા માટે નથી હોતા મેદસ્વી? જાણો તેમની ફિટનેસનું સિક્રેટ, તમે પણ અપનાવીને બની શકો છો એકદમ ફીટ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દુનિયાભરમાં જાપાની લોકોને સૌથી સ્વસ્થ અને ફિટ માનવામાં આવે છે. જાપાની લોકોની જીવનશૈલી એકદમ વ્યવસ્થિત હોય છે અને તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાન રહે છે. આજે આપણા દેશમાં વજન વધારોની સમસ્યા એક મોટી સમસ્યા બની ગઈ છે.

જોકે જાપાન પૂરી દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જો વજન વધારાની સમસ્યા નહીવત પ્રમાણમાં છે. અહીંના લોકો એકદમ સ્લીમ એન્ડ ફિટ રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમને આ વાત જાણીને હેરાની થશે કે જાપાનના લોકો ફિટ રહેવા માટે જિમ અને વર્કઆઉટમાં પણ પૈસા ખર્ચ કરતા નથી, આમ છતાં તેઓ એકદમ ફિટ રહી શકે છે. હવે તમારા મનમાં સવાલ આવતો હશે કે એવું તો શું જાદુઈ મંત્ર છે, જેને અપનાવીને જાપાની લોકો વર્કઆઉટ કર્યા વગર પણ ફિટ રહી શકે છે.

તો ચાલો આપણે જાપાની લોકોના ફીટનેસનું રહસ્ય વિગતવાર જાણીએ

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમે બધા એ ક્યાંકને ક્યાંક સાંભળ્યું હશે કે દરરોજ થોડા કિલોમીટર ચાલવું જોઈએ. જાપાનમાં પણ લોકો ફિટ રહેવા માટે આ વાતનું પાલન કરે છે. જાપાનના લોકોની દરરોજ ચાલવા જવાની આદત હોય છે.

તેઓ માર્કેટ, સ્કુલ, ઓફીસ જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. એક રિપોર્ટ અનુસાર દરરોજ 20 થી 50 વર્ષનો એક જાપાની પુરુષ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8000 કદમ ચાલે છે. જ્યારે 20થી 50 વર્ષની મહિલાઓ દરરોજ 7000 કદમ ચાલે છે.

અહીંના લોકો પાસે બહુ ઊંચી ગાડીઓ હોય છે. જાપાની લોકો બે-ત્રણ કિલોમીટર સુધીની સફર ચાલીને આરામથી પૂરી કરી શકે છે. તેમની આ આદત તેમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

જાપાનના લોકો પેટને હંમેશા 80 ટકા ખોરાકથી જ ભરે છે જાપાનમાં એક કહેવત પ્રચલિત છે “હારા હાચા બુ” એટલે કે પેટભર નહીં… આ વિચાર પર જાપાની લોકો વધારે જોર આપે છે અને દિવસ દરમિયાન થોડા થોડા સમયમાં પ્રોટીન ખાતા રહે છે.

લંચ હોય કે ડિનર જાપાની લોકો આ વાતનો ખૂબ ખ્યાલ રાખે છે કે તેઓએ ફક્ત 80 ટકા જ પેટ ભરવાનું છે પંરતુ આપણા ભારત દેશમાં લોકો પેટ ભરીને ખાતા હોય છે, જેના લીધે તેઓ બહુ જલ્દી મેદસ્વી પણ થઈ જાય છે.

સામાન્ય રીતે આપણે થોડુંક કામ કરી લઈએ તો પણ તરત થાકી જઈને આરામ કરી લેતા હોઈએ છીએ પરંતુ આ રીત આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જાપાનના લોકો ફ્રી ટાઇમ માં પણ બેસી રહેવાનું પસંદ કરતા નથી. તેમનામાં કંઈક ને કંઈક નવું કરવાની આદત હોય છે.

તેમની પાસે કોઈ કામ ના હોય તો તેઓ ઘરની સાફ-સફાઈ કરી લેતા હોય છે. ટૂંકમાં કહીએ તો તેઓ હંમેશાં એક્ટિવ રહેવાની કોશિશ કરે છે. તમને જણાવી દઈએ કે જાપાનમાં 60 વર્ષ પછી પણ રિટાયરમેન્ટની કોઈ જોગવાઈ નથી એટલે ઉંમરના તબક્કે પહોંચ્યા પછી પણ વ્યક્તિ એક્ટિવ રહીને કામ કરે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment