આયુર્વેદ ઘરેલું ઉપચાર

ફક્ત બટાકા જ નહીં તેની છાલ પણ છે અમૃત સમાન, જાણો તેનાથી થતા ફાયદાઓ વિશે.

ફક્ત બટાકા જ નહીં તેની છાલ પણ છે અમૃત સમાન, જાણો તેનાથી થતા ફાયદાઓ વિશે.

ભારતમાં બટાકાની શાકભાજીને રાજા તરીકે ઓળખવામાં આવે છે. બટાકાનો ભોજનમાં ઉપયોગ કરવાની સાથે સાથે માસ્ક તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે તમારે જાણવું જોઈએ કે બટાકા ની સાથે સાથે તેની છાલ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

એક અધ્યન પ્રમાણે બટાકાની છાલમાં પ્રમુખ ફેનોલીક કલોરોજેનિક અને ગેલિક એસિડ મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. આ સાથે બટાકાની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે બ્લડ શુગર ને કાબૂમાં રાખવા માટે કામ કરે છે.

બટાકામાં જીવાણુ વિરોધી અને એન્ટી ફંગલ ગુણધર્મો મળી આવે છે, જે બેક્ટેરિયા સંક્રમણ થી રોકવામાં મદદ કરે છે. બટાકાની છાલમાં ટેરપેન્સ અને ફ્લેવેનોઇડ કાર્બનિક તત્વો મળી આવે છે. જે સંક્રમણ રોકીને વ્યક્તિને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે.

બટાકાની છાલની મદદથી ઘા માં પણ રૂઝ લાવી શકાય છે. એક અધ્યયન પ્રમાણે બટાકાની છાલમાં બેક્ટેરિયા ની વૃદ્ધિ રોકવામાં મદદ કરે છે. જે કોશિકાઓની વૃદ્ધિ માં વધારો કરીને ઘાયલ ત્વચાને શક્તિ પ્રદાન કરે છે.

આ સાથે બટાકાની છાલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. આ સિવાય બટાકાની છાલમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો મળી આવે છે, જે ઘાયલ ત્વચાને શક્તિ પ્રદાન કરવા માટે કામ કરે છે.

એક અધ્યન પ્રમાણે બટાકાની છાલના સેવનથી ડાયાબિટીસ માં લાભ થાય છે. તેમાં હાજર એન્ટીહાઇપરગલાયસેમિક તત્વ રક્ત શર્કરા ઓછી કરે છે. આ સાથે બટાકાની છાલમાં ફાઈબર અને પોલીફેનોલસ હોય છે. જે ચાર અઠવાડિયા સુધી આહારમાં શામેલ કરવાથી ગ્લુકોઝ સ્તર ઓછું કરવામાં મદદ કરે છે.

આ સિવાય બટાકાની છાલમાં લીવર અને કિડની થી થતા નુકસાનથી બચાવે છે. પાકેલા અને ગરમ કરેલા બટાકા પોતાની ત્વચા સાથે શરીર ને આયરન ની માત્રા પ્રદાન કરે છે. આ સાથે આવા બટાકાની છાલમાં 55% લોહ તત્વ મળી આવે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *