ડાયાબિટીસના દર્દીઓએ આ આ રીતે કરવું જોઈએ દૂધનું સેવન, જીવનમાં ક્યારેય નહીં થાય બ્લડ સુગર ની સમસ્યા.
ડાયાબિટીસ એક એવી બીમારી છે જે કોઈ વ્યક્તિની પાછળ પડી જાય છે તો જિંદગી ભર તેનો સાથ છોડતી નથી. આ બીમારીની સૌથી ખરાબ અસર એ છે કે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરી દે છે અને શરીર ઘણી બીમારીઓનો શિકાર બની જાય છે.
જો તમે ડાયાબિટીસથી પરેશાન થઈ ગયા છો, તો આ લેખ તમારા માટે કામનો સાબિત થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાન-પાન ઉપર વિશેષ ધ્યાન આપવું પડે છે. આ સાથે એવી ચીજ વસ્તુઓને ભોજનમાં વધારે શામેલ કરવી પડે છે, જેનાથી બ્લડ સુગર કાબૂમાં રાખી શકાય.
બ્લડ ગ્લુકોઝ આપણી એનર્જીનો મુખ્ય સ્ત્રોત છે. જે આપણા દ્વારા ખાવામાં આવતા ભોજન દ્વારા મળે છે. જ્યારે આપણા શરીરમાં ઇન્સ્યુલિન લેવલ ઓછું થઈ જાય છે અને શરીરમાં ગ્લુકોઝ લેવલ વધી જાય છે ત્યારે ડાયાબિટીસની સમસ્યા થાય છે.
આર્યુવેદ ડોક્ટર અબરાર મુલતાની કહે છે કે ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં દૂધનું સેવન ખુબ જ ફાયદાકારક છે. દૂધનું સેવન કાર્બોહાઈડ્રેટના પાચનને ઓછું કરે છે અને વધી ગયેલા બ્લડશુગરને કાબૂમાં લાવે છે, તો ચાલો આપણે જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ કેવા પ્રકારના દૂધનું સેવન કરવું જોઇએ.
હળદર યુક્ત દૂધ જો તમે હળદર યુક્ત દૂધનું સેવન કરો છો તો તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે બીજા ઘણા ફાયદા થાય છે. હળદરમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ડાયાબીટીક ગુણ મળી આવે છે, જે ટાઇપ 2 ડાયાબિટીસને કાબુ કરવા માટે કામ કરે છે.
જેનાથી ઇન્સ્યુલીન લેવલ વધે છે અને ડાયાબિટીસ ની સમસ્યામાં ઘટાડો થાય છે. ડોક્ટરો અનુસાર હળદર યુક્ત દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે યાદ રાખવું જોઈએ કે હળદરમાં કરક્યુમિન મળી આવતું હોવાને કારણે તેનો સીમિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.
તજ યુક્ત દૂધ તજ યુક્ત દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તજ ની અંદર બ્લડશુગરને કાબુમાં કરવા ના ગુણ આવેલા હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે, જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા મદદ કરે છે.
દૂધ અને તજ કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન થી સમૃદ્ધ હોય છે. આ સિવાય તેમાં બિટા કેરોટિન, આલ્ફા કેરોટિન જેવા પોષક તત્વ મળી આવે છે, જે શરીરમાં બ્લડ શુગર કાબૂમાં કરીને ડાયાબિટીસથી છુટકારો અપાવે છે.
બદામ યુક્ત દૂધ જો તમારી ડાયાબિટીસની સમસ્યા વારંવાર વધી જાય છે તો તમારે બદામ યુક્ત દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે બદામ યુક્ત દૂધમાં કેલેરી ઓછી હોય છે અને વિટામિન ડી, વિટામિન ઈ અને આવશ્યક પોષક તત્વો વધારે હોય છે.
જે પ્રોટીન અને ફાઈબરથી પણ સમૃદ્ધ હોય છે, જે લોહીમાંથી ગ્લુકોઝ લેવલને ઓછું કરીને ઇન્સ્યુલીન વધારે છે. તમને જણાવી દઈએ કે તમે બદામ યુક્ત દૂધ બજારમાંથી તૈયાર પણ લાવી શકો છો અથવા ઘરે પણ બનાવી શકો છો.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.