આયુર્વેદ ઘરેલું ઉપચાર

દિવસ દરમ્યાન ખાલી એક વખત કરો આ વસ્તુનું સેવન, થશે એવા લાભ કે બચી જશે દવાખાનાનો લાખો રૂપિયાનો ખર્ચો.

દિવસ દરમ્યાન ખાલી એક વખત કરો આ વસ્તુનું સેવન, થશે એવા લાભ કે બચી જશે દવાખાનાનો લાખો રૂપિયાનો ખર્ચો.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ ગોળ ખાવાથી થતા ફાયદાઓ વિશે વાકેફ હશે. ગોળ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સાથે ઘણી સ્વાસ્થય બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. કારણ કે ગોળ ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે કરે છે. તેનાથી તમારા શરીરમાં પુષ્કળ તાકાત મળે છે અને પાચન શક્તિ વધારવા માટે કામ કરે છે.

જે લોકોના હાડકા નબળા પડી ગયા છે અથવા તો સંધિવા, હાથ પગના દુ:ખાવા, શરીરમાં થાક, નબળાઈ, આળસ વગેરેનો સામનો કરવો પડી રહ્યો છે તો એવા લોકોએ ગોળ સાથે આદુનું સેવન કરવું જોઈએ. તમે ગોળ અને આદુ બંનેને મિક્સ કરીને ગોળીઓ બનાવી શકો છો અને દરરોજ તેનું સેવન કરીને હાડકા સાથે જોડાયેલ રોગોથી છુટકારો મેળવી શકશો.

જે મહિલાઓ પીરીયડ દરમિયાન પેટમાં દુઃખાવો અને અનિયમિત માસિક ની સમસ્યાઓનો સામનો કરે છે એવી મહિલાઓએ પણ ભોજનમાં ગોળ શામેલ કરવો જોઈએ. જો તમે ગોળનું સેવન કરો છો તો તેનાથી દુઃખાવો ઓછો થઈ જાય છે. ગોળની તાસીર ગરમ હોય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ અને કફથી રાહત મળી શકે છે.

જો તમે દૂધ સાથે ગોળને ગ્રાઇન્ડ કરીને સેવન કરે છે તો તેનાથી શરીરમાં તાકાત આવી જાય છે. આ સાથે તેનાથી પેટના રોગો જેમ કે કબજિયાત, એસિડિટી, ગેસ અને અપચોથી રાહત મળી શકે છે. જે લોકોની યાદશકિત ઓછી થઈ ગઈ છે અને લાંબા સમય સુધી કોઈ વસ્તુ યાદ રાખી શકતા નથી, તેવા લોકો પણ ભોજનમાં ગોળ સાથે દૂધનું સેવન કરી શકે છે.

જો તમારા લોહીમાં અશુદ્ધિઓ જમા થઈ ગઈ છે તેવા લોકો જો ભોજનમાં ગોળ સાથે દૂધનું સેવન કરે છે તો તેનાથી લોહીનું શુદ્ધીકરણ થાય છે અને લોહીની ઉણપની સમસ્યા પણ રહેતી નથી. હકીકતમાં લોહીમાં આયરન અને હિમોગ્લોબીનનું સંતુલન કરવાના ગુણો મળી આવે છે, જેનાથી શરીરમાં લોહીની કમી રહેતી નથી.

જો તમે આખો દિવસ કામ કર્યા વગર આળસ અનુભવો છો અને બહુ જલદી થાકી જાવ છો તો તમારે ખાલી પેટ ગોળ ખાઈને થોડુંક હૂંફાળું પાણી પી લેવું જોઈએ. આનાથી તમારી સમસ્યા દૂર થઈ જાય છે અને તમે આખો દિવસ ઊર્જાસભર રહીને કામ કરી શકો છો.

એક રિપોર્ટ અનુસાર જે લોકો પ્રદૂષણ યુક્ત વિસ્તારમાં વસવાટ કરે છે, તેમને દરરોજ 100 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. જેનાથી પ્રદૂષણની અસર શરીર પર થતી નથી.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *