આયુર્વેદ

વાયરલ તાવની સમસ્યાને લીધે થઈ ગયા છો પરેશાન? તો આજે જ આ ઉપાય અપનાવીને તાવથી મેળવો કાયમ માટે છુટકારો.

કોરોનાને લીધે લોકોમાં તાવને લઈને ઘણો ડર બેસી ગયો છે. આ સાથે વાતાવરણમાં પરિવર્તનને લીધે પણ તાવની સમસ્યા લોકોને હેરાન કરી રહી છે. વરસાદની ઋતુમાં તેજ સૂર્યપ્રકાશ અને કાળજાળ ગરમીને લીધે લોકોની સમસ્યાઓમાં વધારો થયો છે.

સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન આવતાની સાથે જ લોકોની રોગો સામે લડવાની શક્તિ ઓછી થઈ જાય છે, જેના લીધે તાવના બેકટેરિયા શરીરમાં આસાનીથી પ્રવેશ કરે છે, જેના લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં નબળાઈ આવી જાય છે અને આપણે આસાનીથી વાયરલ તાવની સમસ્યાનો શિકાર બની જતા હોઈએ છીએ.

હવે જ્યારે વાયરલ ઇન્ફેક્શન તમારા શરીરમાં પ્રવેશી જાય છે ત્યારે તમને ગળામાં દુઃખાવો, કફ, શરદી, માથાનો દુઃખાવો, સાંધાના દુઃખાવા વગેરેની સમસ્યામાં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે આ વાયરલ ઇન્ફેક્શન મોટા લોકોની સાથે નાના લોકોને પણ પોતાની ઝપેટમાં લઈ લે છે. તેથી તેનો ઇલાજ કરાવવો ખુબ જ જરૂરી છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને તમે ઘરે બેઠા આસાનીથી કરી શકો છો અને તેની કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. આ સાથે તમે આસાનીથી કોઈપણ વાયરલ ઇન્ફેક્શન દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ વસ્તુઓ કંઈ કંઈ છે.

હળદર અને સૂંઠ :- જો તમે તાવની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમારે હળદર અને સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. આ બંને એવી વસ્તુઓ છે કે જેમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે, જે કોઈપણ વાયરલ બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે. આ માટે તમારે સૂંઠ અને હળદરનો ઉકાળો પીવો જોઇએ.

તેને બનાવવા માટે સૌથી પહેલા કાળા મરીનો પાવડર, સૂંઠનો પાવડર, હળદરનો પાવડર લઈને તેમાં એક ચમચી ખાંડ અથવા સાકાર ઉમેરી લો. હવે તેને બરાબર હલાવીને ગરમ કરવા માટે મૂકી દો અને જ્યારે અડધું પાણી બાકી રહે ત્યારે તેને નીચે ઉતારીને તેનું સેવન કરો. જેના લીધે તમને આરામ મળી જશે.

તુલસીના પાન :- તુલસીના પાન પણ વાયરલ ઇન્ફેક્શન ની સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થાય છે. હકીકતમાં તેમાં એવા ગુણ મળી આવે છે, જે હાનિકારક બેક્ટેરિયા ને દૂર કરીને તમને સ્વસ્થ શરીર બનાવવા માટે કામ કરે છે.

આ માટે તમારે સૌથી પહેલા એક ચમચી લવિંગનો પાવડર, 10થી 15 તુલસીના પાન, એક લીટર પાણીમાં મિક્સ કરીને ગેસ પર મૂકી દો. હવે જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને નીચે ઉતરીને 1 કલાક બાદ ઠંડુ થાય ત્યારે તેનું સેવન કરો. આનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

મીઠું, અજમો અને લીંબુ :- આ ત્રણેય વસ્તુઓ એવી છે કે જે તમારી વાયરલ બીમારીની સમસ્યા દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે. આ માટે સૌથી પહેલા એક ચમચી સફેદ મીઠું અને અજમો લઈને સારી રીતે મિક્સ કરી લો.

હવે તેને પાણીમાં મિક્સ કરીને ઉપરથી લીંબુ પાણી ઉમેરો. જેના પછી તેનો ઉપયોગ દિવસમાં બેથી ત્રણ વખત કરવાથી તમારું ગળું એકદમ ખુલી જશે અને વાયરલ બીમારીઓથી પણ રાહત મળશે.

ધાણા :- ધાણા વાયરલ બીમારીઓ દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે અને તે ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક મોટી ચમચી ધાણા, થોડુંક દૂધ અને ખાંડ નાખીને તેને બરાબર ઉકાળી લો અને

પીડિત વ્યક્તિને દિવસમાં બેથી ત્રણ વખત આ ડ્રીંક સેવન કરવા માટે આપો. જેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. કારણ કે ધાણા તાવની સમસ્યા દૂર કરવા માટે ઔષધિની જેમ કામ કરે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *