સામાન્ય રીતે તમે આજ સુધી લાલ રંગની બદામ ખાધી જશે પંરતુ શું તમે ક્યારેય કાચી બદામ વિશે સાંભળ્યું છે. જો ના, તો તમને કહી દઈએ કે કાચી બદામ એ બદામનું અંકુરિત સ્વરૂપ છે. જો તમે સફેદ કાચી બદામ નું સેવન કરો છો તો સ્વાદમાં કડવી લાગે છે પણ તેની કડવાશ કોઈ દવા કરતા ઓછી નથી.
ડાયેટ એક્સપર્ટ રંજના સિંહ ના કહ્યા અનુસાર સફેદ બદામ માં એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે કે જે પેટમાં જામી ગયેલા ઝેર યુક્ત પદાર્થ ને બહાર કાઢીને તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે કામ કરે છે.
રંજના સિંહના જણાવ્યા અનુસાર સફેદ કાચી બદામમાં એલ કાર્નીટાઈન અને રાઈબોફ્લોવિન મળી આવે છે. જે આપણા મગજ અને ચેતા કોષોને યોગ્ય પોષણ આપવા માટે કામ કરે છે. આ સાથે સફેદ બદામનું સેવન વજન ઓછું કરવાથી લઈને પાચન ક્રિયાને મજબૂત કરવા માટે પણ કામ
કરી શકે છે.
દાંત અને પેઢાને મજબૂત કરવા :- જો ડોકટર રંજના સિંહની વાત માની લેવામાં આવે તો કાચી બદામ દાંત અને પેઢા માટે પણ ખૂબ જ જરૂરી છે. હકીકતમાં તેમાં ફોસ્ફરસ મળી આવે છે. જે આપણા દાંત અને હાડકાઓને મજબૂત કરવા માટે કામ કરે છે.
હૃદય રોગ દૂર કરે છે :- હકીકતમાં કાચી બદામ આપણા શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ ની પાવર ને બુસ્ટ કરે છે અને વિટામિન ઈ સાથે મળીને શરીરને લાભ પહોંચાડે શકે છે. કાચી બદામ શરીરમાં હાજર બ્લડ સેલ્સ ની દીવાલને કોઈપણ પ્રકારની ક્ષતીથી બચાવી શકે છે.
પાચન ક્રિયા મજબૂત રહે છે :- રંજના સિંહના જણાવ્યા અનુસાર કાચી બદામને નિયમિત ખાવાથી પાચન શક્તિ પણ મજબૂત બની શકે છે. તે શરીરમાં હાજર પીએચ લેવલ ને મજબૂત કરવા માટે કામ કરે છે. તેમાં હાજર પ્રોટીન ગેસ્ટ્રીક સમસ્યાઓને દૂર કરવા માટે કામ કરે છે.
વજન ઓછું કરવામાં મદદગાર :- સફેદ કાચી બદામમાં હેલધી ફેટ મળી આવે છે. જે વજન ઓછું કરવા માટે કામ કરે છે. તેમાં એક દુર્લભ પ્રકારની કેલરી મળી આવે છે, જે વજન ઓછું કરવા માટે કામ કરે છે. આ સાથે વ્યક્તિને ફીટ બની શકે છે.
કેવી રીતે સેવન કરવું :- રંજના સિંહ કહે છે કે આ બદામમાં કડવો સ્વાદ હોવાને લીધે તમે તેને મીઠા(નમક) સાથે ખાઈ શકો છો. કારણ કે મીઠા સાથે તેનું સેવન કરવાથી તેમાંથી કડવાશ ઓછી થાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.