આયુર્વેદ

સવારે આટલા વાગે ઉઠી જશો તો તમને ક્યારેય નહીં થાય કફ, વાત, પિત્તની સમસ્યા. આયુર્વેદિક નિષ્ણાતે કર્યો ખુલાસો.

સામાન્ય રીતે આપણે બધા સારી રીતે જાણીએ કે સવારે વહેલા ઉઠવું કેટલું ફાયદાકારક છે. જો તમે દરરોજ સવારે વહેલા ઊઠી જાવ છો તો તમે ઘણી સ્વાસ્થય સબંધિત બીમારીઓ દૂર કરી શકો છો.

હા, સવારે વહેલા ઉઠવાને લીધે આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે અને આળસ પણ આવતી નથી. આજ કારણ કે ડોકટરો દ્વારા દરેક વ્યક્તિને સૂર્યોદય પહેલા ઉઠી જવાની ભલામણ કરતા હોય છે.

જોકે શું તમે જાણો છો કે દરેક વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠવાની ભલામણ કરવામાં આવે છે? શું તેનાથી કોઈ લાભ થાય છે કે કોઈ બીમારી દૂર કરી શકાય છે? જો તમારા મગજમાં પણ આ પ્રશ્ન આવી રહ્યો છે તો તેનું નિરાકરણ આયુર્વેદમાં આપવામાં આવેલ છે. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે આયુર્વેદની સાથે સાથે વૈજ્ઞાનિક પણ એ વાતની પુષ્ટિ કરે છે કે સવારે વહેલા ઊઠીને ધ્યાન, યોગ, કસરત જેવી વસ્તુઓ કરવાથી શરીરમાં અનોખી રોનક આવી જાય છે અને આખો દિવસ તાજગી સાથે પસાર થાય છે. આ સિવાય સવારની પહોરમાં સકારાત્મક ઉર્જા હોય છે, જેનાથી તમને સારી ઊર્જા પ્રાપ્ત થાય છે. જેના લીધે તમે આખો દિવસ થાક અનુભવ્યા વિના કામ કરી શકો છો.

જો તમે સવારે વહેલા ઉઠો છો તો તેનાથી શારીરિક મજબૂતાઇની સાથે સાથે માનસિક શકિતમાં પણ વધારો કરી શકાય છે. હકીકતમાં તેનાથી યાદ શકિતમાં પણ વધારો કરી શકો છો. આ સાથે જો તમે સવારે વહેલા ઊઠીને તરત જ વાંચવા માટે બેસી જાવ છો તો તમને તે વસ્તુ ઝડપથી યાદ રહી જાય છે.

આયુર્વેદ અનુસાર આપણા શરીરની રચના ત્રણ પ્રકારના તત્વો કફ, વાત અને પિત્ત દ્વાર બનેલ છે અને તેની અસર સમય સાથે બદલાય છે. જો આ ત્રણેયમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવે છે તો તમારી સ્વાસ્થય સબંધિત સમસ્યાઓમાં ફેરફાર થવા લાગે છે.

જોકે જો તમે સવારે વહેલા ઉઠો છો તો તમને આવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હકીકતમાં સવારે વહેલા ઉઠવાને લીધે આ ત્રણેય વસ્તુઓમાં સંતુલન રહી શકે છે.

જો તમે સવારે વહેલા ઉઠને કસરત કરવામાં, વાંચવામાં, બહાર ચાલવા જવામાં વગેરે જેવા કાર્ય કરવામાં સમય પસાર કરો છો તો તમને આસાનીથી ઘણા રોગોમાં રાહત મેળવી શકાય છે. આજ ક્રમમાં કફ, વાત અને પિત્ત વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. જેનાથી તમે આપમેળે ઘણી બીમારીઓને આમંત્રણ આપવાથી બચાવી શકો છો

હવે તમે કહેશો કે સવારે કેટલા વહેલા ઉઠવું જોઈએ? તો તમને જણાવી દઈએ કે તમારે સૂર્યોદય થયાના 30 મિનિટ પહેલા જાગી જવું જોઈએ અને સ્વચ્છ ઓક્સિજન લેવો જોઈએ. આ બાદ તમે તમારા શરીર અનુસાર કસરત કરી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *