શરદી અને ખાંસીની સમસ્યા વાતાવરણ બદલાવ થતાની સાથે જ વ્યક્તિને તેનો શિકાર બનાવી લે છે. આ બધી બીમારીઓને વાયરલ ઇન્ફેકશનની કેટેગરીમાં શામેલ કરવામાં આવે છે. જોકે આપણા દેશમાં લોકો આવી નાની નાની બીમારીઓને લઈને દવાખાને જવાનું પસંદ કરતા નથી અને શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપાય જ અજમાવતા હોય છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વાયરલ ઇન્ફેક્શન ની સમસ્યા દૂર કરવા માટે કામ કરે છે.
મધ, લીંબુ અને ઈલાયચી :- આ માટે સૌથી પહેલા અડધી ચમચી મધમાં એક ચપટી ઈલાયચી પાવડર અને બેથી ત્રણ ટીપાં લીંબુ મિક્સ કરીને બરાબર હલાવી દો. જેના પછી દિવસમાં તેનું બે વખત સેવન કરવાથી તમારી શરદી અને ખાંસીની સમસ્યા દૂર થઈ જશે.
ગરમ પાણી :- આ વાયરલ બીમારીઓના સમયગાળા માં શક્ય હોય ત્યાં સુધી ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે જો તમે ઠંડા પાણીનો ઉપયોગ કરશો તો તમારી સમસ્યામાં વધારો થઈ શકે છે અને તમે બીજી ઘણી બીમારીઓનો શિકાર બની જશો. તેથી થોડાક સમય સુધી તમારે ગરમ પાણી વડે સ્નાન કરવું જોઈએ.
હળદર યુક્ત દૂધ :- બાળપણમાં આપણને દાદી અથવા તો નાની હળદર યુક્ત દૂધ સેવન કરવા માટે આપતી હતી. હળદર યુક્ત દૂધમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે જે વાયરલ તાવની સમસ્યા દૂર કરે છે. હકીકતમાં હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાઈરલ ગુણધર્મો મળી આવે છે, જે તમારી કીટાણુઓ સામે લડવાનું કામ કરે છે. તેનાથી તમને રાહત મળી શકે છે.
ગરમ પાણી અને મીઠું :- જો તમે અવારનવાર ગરમ પાણી અને મીઠાનો ઉપયોગ કરીને કોગળા કરો છો તો પણ તમારી સમસ્યા દૂર થઈ શકે છે. જેનાથી શરદી અને ખાંસી તો દૂર થાય જ છે પણ સાથે સાથે ગળાની ખરાશ પણ દૂર કરી શકાય છે. આ પણ ખૂબ જ જૂનો નુસખો છે.
મસાલેદાર ચા :- આપણા દેશમાં દરરોજ સવારે ચા પીવાનું વલણ ખૂબ જ જુનું છે અને તમે જો મસાલેદાર ચાનું સેવન કરો છો તો તને ઘણી વાયરલ બીમારીઓને દુર કરી શકો છો. આજ ક્રમમાં જો તમે કાળા મરી, આદુ અને તુલસીના પાનને મિક્સ કરીને ચા બનાવીને તેનું સેવન કરવાથી શરદી અને ખાંસીથી રાહત મળી શકે છે.
આમળા :- આમળા માં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે તમારા શરીરને લોહીની કમી પૂર્ણ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરી શકે છે. આ સાથે તેની અંદર એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે શરદી અને ખાંસીની સમસ્યાથી રાહત આપવા માટે કામ કરે છે.
અળસી :- તમને જાણીને આશ્ચર્ય થશે કે અળસી પણ વાયરલ બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આ માટે સૌથી પહેલા અળસીના બીજને મોટા ના થાય ત્યાં સુધી તેને બરાબર ઉકાળી લો અને પછી તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને બરાબર ગરમ કરી લો. ત્યારબાદ તેને નીચે ઉતારીને તેનું સેવન કરવામાં આવે તો તમને શરદી અને ખાંસીમાં રાહત મળશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.