કોરો ના કાળમાં શરીરમાં આવી ગઈ છે આળસ, તો હવે ભોજનમાં શામેલ કરો આ ચાર વસ્તુ, મળશે ગજબના ફાયદાઓ.

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈક ના કોઈક બીમારીથી ગ્રસિત હતો અને આવામાં કોરોના આવી ગયો અને તેના લીધે દરેક વ્યક્તિની તકલીફ માં વધારો થવા લાગ્યો છે. તમે જોયું હોય તો કોરોના વાયરસને લીધે હોસ્પિટલ ની સિસ્ટમ પણ હચમચી ગઈ હતી. જોકે આપણા ભારતીય ડોક્ટરોએ ઘણા લોકોને મોતના મુખમાંથી પરત લાવીને તેમનો જીવ બચાવ્યો હતો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજે ઘણા કોરોના ગ્રસ્ત લોકો સ્વસ્થ થયા બાદ જીવન જીવી રહ્યા છે. જોકે આ બધા જ લોકોમાં એક સામાન્ય પ્રશ્ન છે કે કોરોના માંથી સ્વસ્થ થયા બાદ શરીરમાં કમજોરી વધી ગઈ છે અને કોઈપણ કામ આળસ વગર પૂર્ણ કરી શકાતું નથી.

જો તમે પણ આવા લોકો માંથી એક છો તો આજનો આ લેખ તમારા માટે જ છે. કારણ કે આજે અમે તમને એવી ચાર વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શરીરમાંથી થાક, આળસ, નબળાઈ વગેરે દૂર કરવા માટે કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કાર્બોહાઇડ્રેડ :- જ્યારે તમે કોરોના માંથી સાજા થઈને આવો છો ત્યારે તમારા શરીરમાં થાકની અનુભૂતિ થવી એકદમ સામાન્ય વાત છે. કારણ કે તમે એક ખતરનાક વયરસને ટક્કર મારીને નોર્મલ જીવનમાં આવ્યા છે. આવામાં તમારે ભોજનમાં શક્ય હોય એટલા કાર્બોહાઇડ્રેડ શામેલ કરવા જોઈએ. આવા લોકોએ દિવસના 150 ગ્રામ કાર્બોહાઇડ્રેડ લેવા જોઈએ, જે તમને શાકભાજી, ફળ, દાળ વગેરે માંથી મળી આવે છે.

વિટામીન ડી :- કોરોના માંથી ટક્કર આપીને પરત આવેલા લોકોએ શરીરમાં વિટામિન ડીની ઉણપ થવા દેવી જોઈએ નહીં. જેની પૂર્તિ માટે તમે સોયાબીન, માછલી અને ઈંડા જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો. આ સાથે તમારે દરરોજ સૂર્યની રોશની હેઠળ અવશ્ય બેસવું જોઈએ કારણ કે સૂરજની રોશનીમાં વિટામિન ડી મળી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાઈ પ્રોટીન ડાયેટ :- કોરોના ને ટક્કર આપીને આવેલા વ્યક્તિને થાકની સમસ્યા દૂર કરવા માટે ભોજનમાં હાઈ પ્રોટીન ડાયેટ શામેલ કરવા જોઈએ. કારણે કે પ્રોટીન માં એવા ગુણ મળી આવે છે, જે તમારી કાર્યક્ષમતા વધારવા માટે કામ કરે છે. તેનાથી શરીરને મજબૂતી મળે છે અને માંસપેશીઓમાં સુધાર પણ થાય છે. આ માટે તમે દાળ, પનીર, ઈંડા અને ચિકન જેવી વસ્તુઓ ખાઈ શકો છો.

ફાઈબર :- કોરોના એક ખતરનાક વાયરસ છે અને તેની સામે લડવા માટે શરીરને ઘણી શકિતની જરૂર પડે છે. આવામાં શરીરને પુરતી શકિત આપવા માટે તમારે ફાઈબર યુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તમે તાજા ફળ અને તાજી શાકભાજી ખાઈ શકો છો. આ સિવાય જો તમે તેનો જ્યૂસ પીવો છો તો વધારે લાભ થઇ શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment