દોસ્તો આજના આધુનિક સમયમાં લોકો અનેક પ્રકારની બીમારીનો શિકાર બની રહ્યા છે. તેની પાછળ અનિયમિત જીવનશૈલી અને બહારનું ભોજન જવાબદાર હોઈ શકે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તે ડોક્ટર પાસે જવાનું પસંદ કરે છે
જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે વધારે પડતી ડોક્ટરની દવા નો ઉપયોગ કરીને પાછળથી નુકશાનનો સામનો કરી શકો છો. તેથી તમારી શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપાય કરવા જોઈએ જેનાથી તમને રાહત પણ મળી જશે અને વધારામાં આડઅસર પણ સામનો કરવો પડશે નહીં.
દરેક વ્યક્તિ માટે તેના શરીરમાં કફ પિત્ત અને વાતનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. જો આ ત્રણેય પૈકી કોઈ એકમાં પણ અસંતુલન પેદા થાય છે તો શરીરમાં ઘણી બીમારીઓ પ્રવેશ કરી જાય છે. આ સાથે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જવાને લીધે તમે વાયરલ બીમારીઓનો પણ શિકાર બની જાવ છો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને વાત, પિત્ત અને કફથી રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમે પિત્તની સમસ્યાઓથી કંટાળી ગયા છો તો તમારે દરરોજ છાશ અથવા લચ્છી નો ઉપયોગ ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી તમે છાશ અથવા લચ્છીમાં અજમો ઉમેરી લો અને તેનું સેવન કરો. આ સિવાય તમે છાશમાં બ્લેક નમક નાખીને પણ ઉપયોગ કરી શકો છો.
તમે ટામેટાનો રસ કાઢીને તેમાં ખાંડ ઉમેરીને પી લો છો તો પણ તમને સમસ્યાથી રાહત મળે છે. આ સિવાય તમે દાડમના દાણાનો રસ કાઢી તેમાં સાકર અથવા ખાંડ ઉમેરીને સેવન કરી શકો છો. જેનાથી પેટમાં પણ ઠંડક થાય છે. તમે દરરોજ દેશી ગાયના ઘીનો ઉપયોગ પણ કરી શકો છો.
જો તમે પિત્તની સમસ્યાથી ઝડપથી રાહત મેળવવા માંગો છો તો તમારે સંતરાનો રસ કાઢી લેવો જોઈએ. ત્યારબાદ તેમાં મરી, જીરૂ અને ચપટી સંચળ મીઠું ઉમેરી ને સેવન કરી લેવું જોઈએ, તેનાથી પિત્તની સમસ્યા મટે છે. આ સિવાય તમે લીંબુ શરબતનો ઉપયોગ કરીને પણ પિત્તની સમસ્યાથી રાહત મેળવી શકો છો અને પેટમાં થતી બળતરા થી પણ રાહત થાય છે.
તમે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને પણ પિત્તને દૂર કરી શકો છો. આ માટે તમારે રાતે દ્રાક્ષને પાણીમાં પલાળી રાખવી પડશે અને સવારે તેને પાણીમાં ગ્રાઈન્ડ કરીને સેવન કરવું જોઇએ. તેનાથી પેટમાં થતી બળતરા અને પિત્તની સમસ્યાથી રાહત થાય છે.
આમળાનો ઉપયોગ કરવાથી પણ પેટમાં રાહત થાય છે અને પિત્ત દુર કરી શકાય છે. આ માટે તમારે રાતે સુતા પહેલા આમળાને પાણીમાં પલાળી દેવા જોઈએ અને સવારે ઉઠો ત્યારે આમળાને પાણી સાથે ગ્રાઇન્ડ કરી દેવા જોઈએ. ત્યારબાદ આ પાણીને ફિલ્ટર કરીને સેવન કરવાથી પિત્ત ની સમસ્યા દૂર થઈ છે. જોકે યાદ રાખો કે તમે તેમાં સ્વાદ માટે જીરું અને ખાંડ ઉમેરી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.