આ કારણોને લીધે સૌથી વધારે કરે છે મચ્છર, જાણી લો તેનાથી બચવાના ઉપાય..

દોસ્તો આજે દરેક વ્યક્તિ મચ્છરોના કરડવાની સમસ્યાઓથી કંટાળી ગયો છે, તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાય પણ કરતો હોય છે પરંતુ તેને યોગ્ય રીતે રાહત મળી શકતી નથી અને મચ્છરોથી છુટકારો મળતો નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારી સમસ્યા પણ આવી છે તો આજના આ લેખમાં અમે તમને મચ્છરો કરડવા પાછળના કેટલાક કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમારે અવશ્ય જાણવું જોઈએ.

સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે મેટાબોલિક રેટ શરીર દ્વારા છોડવામાં આવેલ કાર્બન ડાયોક્સાઇડનું નિર્ધારણ કરે છે. આ સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મચ્છરરોને ઝડપથી વ્યક્તિ તરફ આકર્ષિત કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

માદા મચ્છર પોતાના સેન્સ ઓર્ગન્સ ની મદદથી કાર્બન ડાયોક્સાઇડ ની ગંધ ઓળખી લે છે. એક સ્ટડી પ્રમાણે ગર્ભવતી મહિલાઓ સામાન્ય વ્યક્તિની તુલનામાં 20 ટકા વધારે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે, જેના લીધે તેમની તરફ મચ્છર વધારે આકર્ષિત થાય છે અને કરડે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે દરેક વ્યક્તિ ની સ્કીનમાં કેટલાક ખાસ પ્રકારના બેકટેરિયા છુપાયેલા હોય છે, જે મચ્છરોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એક સ્ટડીમાં કરવામાં આવેલ સંશોધન અનુસાર મચ્છરોને અમુક ખાસ પ્રકારના બેક્ટેરિયા સૌથી વધારે પસંદ આવે છે, જેના લીધે જે વ્યક્તિની અંદર આ બેક્ટેરિયા મળી આવે છે, તેની તરફ મચ્છર વધારે આકર્ષિત થાય છે અને કરડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એક સંશોધનમાં સામે આવ્યું છે કે માદા મચ્છર “ઓ” બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિ ની તરફ અન્ય લોકોની સરખામણીમાં વધારે પ્રમાણમાં આકર્ષિત થાય છે. આ સાથે જે લોકોનું બ્લડ ગ્રુપ એ છે તેમને પણ થોડાક ઘણા અંશે મચ્છરો કરડવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

મચ્છરોને વ્યક્તિના શરીરનો પરસેવો અને લેક્ટિક એસિડ સૌથી વધારે પસંદ આવે છે. આવામાં જ્યારે પણ તમે એક્સરસાઇઝ અથવા જીમમાં જઇને ઘરે આવો છો ત્યારે સૌથી પહેલાં સ્નાન કરી લેવું જોઈએ. આ સાથે વર્કઆઉટ કરતી વખતે પોતાની આજુબાજુ કીટ નિવારક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

એ કસ્ટડીમાં જાણવા મળ્યું છે કે મચ્છર બીયર પીતા લોકોના લોહીને વધારે પસંદ કરે છે. આ જ કારણ છે કે જ્યારે તમે કોઈ પાર્ટીમાં જઇને આવો છો ત્યારે તમારી આજુબાજુ મચ્છરોનું પ્રમાણ વધી જાય છે. આવામાં તમારે કીટનાશક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી મચ્છર તમારાથી દૂર રહેશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment