દોસ્તો ચોમાસાની ઋતુ આવતાની સાથે જ ઘણા રોગો પણ આવે છે. તેથી થોડીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે થોડીક પણ બેદરકારી કરો છો તો તમે આ બધા રોગોનો શિકાર બની જાવ છો.
આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક રોગો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી બેદરકારી કરવી સ્વાસ્થય માટે નુકસાન કરતા ઓછું નથી. તો ચાલો આપણે જાણીએ કે આ રોગો કયા કયા છે.
ચોમાસાની ઋતુમાં જો કોઈ વાયરલ બીમારી સૌથી વધારે પ્રમાણમાં થતી હોય તો તે શરદી અને તાવ છે. આ એવા રોગો છે, જે આમ ઘાતક તો નથી પણ વ્યક્તિને હેરાન કરવા માટે પૂરતા છે. જ્યારે તમે વરસાદમાં વધુ પ્રમાણમાં પલળો છો અને પછી એજ ભીના કપડાં પહેરીને આખો દિવસ ફરો છો તો તમારા શરીરમાં વિશેષ પ્રકારના બેક્ટેરિયા જન્મ લે છે, જે પાછળથી તાવ અને શરદી જેવી વાયરલ બીમારીઓનું સ્વરૂપ ધારણ કરે છે.
આ સિવાય બીજો કોઈ રોગ વ્યક્તિને હેરાન કરતો હોય તો તે મેલેરિયા છે. આ રોગને જરાય પણ હળવાશમાં લેવો જોઈએ નહીં. કારણ કે આ એક એવો રોગ છે, જે વ્યક્તિ માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. હકીકતમાં મેલેરિયા માદા એનોફિલ્સ નામના મચ્છરના કરડવાને લીધે થાય છે. જ્યારે આ મચ્છર વ્યક્તિને કરડે છે તો તેનાથી વ્યક્તિને તાવ ની સમસ્યા શરુ થાય છે, જે પાછળથી જોખમી સાબિત થઈ શકે છે.
આ સિવાય આ રોગથી બચવા માટે તમારે રાતે મચ્છરદાની પહેરીને સૂવું જોઈએ. જો તમારા ઘરની આજુબાજુ કોઈ ગટર ખુલ્લી હોય તો તેને બંધ કરાવવી જોઇએ. કોઈ જગ્યાએ પાણી એકઠું થવું જોઈએ નહીં. વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવાથી તમે ઘણા અંશ સુધી બચી શકશો.
ટાઇફોઇડ પણ એક એવો રોગ છે જે ચોમસામાં સૌથી વધારે થાય છે. જ્યારે તમે વરસાદમાં પલળો છો અથવા ખરાબ ભોજનનું સેવન કરો છો તો તમને તાવની સાથે સાથે શરીરમાં ધ્રુજારી આવવા લાગે છે. જો તમને પણ આવા લક્ષણો દેખાય છે તો તેને અવગણવા જોઈએ નહિ. કારણ કે ટાઈફોઇડ એક એવો રોગ છે જેની સારવાર કરી લીધા પછી પણ તે વ્યક્તિને હેરાન કરતો રહે છે.
ચોમાસાની ઋતુમાં પાણીને લીધે મચ્છર સબંધિત રોગો વધારે થાય છે. આવો જ એક રોગ ચિકનગુનિયા છે, જે વ્યક્તિને હેરાન પરેશાન કરી દે છે. હકીકતમાં આ રોગ તમને એડીસ એજિપિ નામના મચ્છરના કરડવાને લીધે થાય છે. જો તમે પૂરતી સાવચેતી રાખતા નથી તો તમે પણ આ રોગનો શિકાર બની શકો છો.
તેથી તમારે પૂર્ણ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આ રોગ થવા પર તમને હાથ પગમાં દુખાવા, ધ્રુજારી થવી, બેચેની રહેવી, શરીરમાં થાક લાગવો, તીવ્ર તાવ આવવો વગેરે લક્ષણો દેખાઈ શકે છે. જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાય છે તો તરત જ ડોકટર નો સંપર્ક કરવો જોઈએ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.