બ્લડ સુગરના દર્દીઓ ડાયાબીટીસ કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો ભૂલથી પણ ના ખાતા આ 5 ચીજ વસ્તુઓ, નહીંતર.

દોસ્તો ડાયાબીટીસ એક એવી બીમારી છે, જે બીજા ઘના રોગોનું કારણ બની શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબીટીસ એટલે કે બ્લડ સુગર ની સમસ્યાથી પીડિત હોય છે તો તેને બ્લડ સુગર ને સંતુલિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાવાપીવા પર વિશેષ ધ્યાન આપવું પડે છે. હા, જો તમે દવાઓ ખાધા કરશો અને ખાવાપીવામાં ધ્યાન રાખશો નહીં તો તમારી સમસ્યા હજી વધી શકે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેથી ખાવાપીવામાં પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા પાંચ એવી ચીજ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવન માત્રથી બ્લડ સુગર વધી શકે છે અને તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી આજે જ આવી ચીજ વસ્તુઓથી અંતર બનાવી લેવું વધુ સારું રહેશે.

ડાયાબીટીસ ના દર્દીઓને કિશમિશ ખાવાથી બચવું જોઈએ. કારણ કે કિશમિશ માં બ્લડ સુગર ની માત્રા વધારે હોય છે. જે તમારી સમસ્યા માં વધારો કરી શકે છે. આ સિવાય કિશમિશ માં કાર્બોહાઈડ્રેટ પણ મળી આવે છે, જે બ્લડ સુગર થી પીડિત લોકોની સમસ્યા વધારવા માટે કામ કરે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ કિશમિશ ખાવી જોઈએ નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ડાયાબિટીસ ના દર્દીઓએ ચિકુથી પણ અંતર બનાવી રાખવું જોઈએ. ચિકુનો મીઠો સ્વાદ અને વધારે પ્રમાણમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ સુગર લેવલ વધારવા માટે કામ કરે છે. જેના લીધે ચીકુ પણ સુગરના દર્દીઓને નુકસાન પહોંચાડી શકે છે.

ડાયાબીટીસ ના દર્દીઓને સફેદ બ્રેડથી પણ અંતર રાખવું જોઈએ. હકીકતમાં સફેદ બ્રેડમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. જે તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. જેના લીધે સુગર ના દર્દીઓએ સ્ટાર્ચ યુક્ત વસ્તુઓ જેમ કે સફેદ બ્રેડ, મેંદા, પાસ્તા અને અન્ય સ્ટાર્ચ ધરાવતી વસ્તુઓથી અંતર બનાવી લેવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સામાન્ય રીતે દૂધ એક એવી વસ્તુ છે જેમાં મોટાભાગના દરેક પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ કોઈ દવા કરતા ઓછી નથી પંરતુ તમને કહી દઈએ કે જો તમે ડાયાબીટીસ ના દર્દી છો તો તમારે વધારે મલાઈ યુક્ત દૂધનું સેવન કરવું જોઈએ નહીં.

હકીકતમાં જ્યારે તમે વધારે મલાઈ યુક્ત દૂધનું સેવન કરો છો તો શરીરમાં ઇન્સ્યુલીન લેવલ વધી જાય છે. જે બ્લડ સુગર ની સમસ્યા વધારી શકે છે. તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી નોર્મલ દૂધ જ પીવું જોઈએ.

સુગરના દર્દીઓએ બટાકા થી પણ અંતર બનાવી રાખવું જોઈએ. કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. આ સાથે તેની ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, જે સુગર ના દર્દીઓ માટે જોખમી હોય શકે છે. તેથી ડાયાબીટીસ ના દર્દીઓએ બટાકા સ્કીપ કરવા જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment