કોરોના કાળમાં દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમે આસાનીથી કોઈ રોગનો શિકાર બની શકશો નહીં.
આ સાથે નિષ્ણાત લોકોની વાત માની લેવામાં આવે તો તેઓ કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે એવા ફળ અને શાકભાજી ખાવી જોઈએ જે વિટામિન સી થી ભરપુર હોય. કારણ કે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને વાયરલ એટેક થી બચી શકાય છે.
નિષ્ણાત લોકોના કહ્યા અનુસાર વિટામિન સી યુક્ત ભોજનનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે અને મેટાબોલિઝમ લેવલ પણ વધી જાય છે. જેનાથી તમે કોઈ વાયરલ બીમારી નો શિકાર બની શકતા નથી.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા 6 ફળો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા કરવા માટે કામ કરે છે.
સંતરા :- સંતરા એક એવું ફળ છે જે સ્વાદમાં ખાટું હોય છે. તેની અંદર વિટામિન સીની સાથે સાથે પોટેશિયમ, થાયામીન, ફાઈબર જેવા પદાર્થ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સાથે તેમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ પણ બહુ ઓછાં પ્રમાણમાં હોય છે. જેનો મતલબ એ કે ડાયાબિટીસ અને મોટાપા થી પીડિત લોકો પણ સંતરા ખાઈ શકે છે.
લીંબુ :- વિટામિન સી અને સાઇટ્રિક એસીડ થી ભરપુર લીંબુ રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરે છે. આ સાથે તેમાં હાજર સાઇટ્રિક એસિડ વજન ઓછું કરવા માટે કામ કરે છે. વજન ઓછું કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે લીંબુને સવારે ખાલી પેટ મધ અને ગરમ પાણી સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ.
આમળા :- આમળા વિટામિન સીની સાથે સાથે આયરન, ફોલેટ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વોનો ખજાનો છે. જેના લીધે તેના સેવનથી શરીરમાં કફ, પિત્ત અને વાતની સમસ્યાઓ કાયમ માટે દૂર થઈ જાય છે.
પપૈયા :- પપૈયા પોતાના કુદરતી ગુણધર્મો ને લીધે પાચન શક્તિ માં વધારવા માટે કામ કરે છે. આ સાથે પપૈયા વિટામિન સીનો પણ સારો એવો સ્ત્રોત છે. પપૈયામાં હાજર એન્ટી ઓક્સિડન્ટ તત્વો શરીરને ડિટોકસ કરવા માટે કામ કરે છે.
જામફળ :- વિટામિન સીથી ભરપૂર હોવા સાથે સાથે જામફળ પોટેશિયમ અને ફાઈબર જેવા પદાર્થ પણ ખજાનો છે. જે શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે અને ઇમ્યુનીટી લેવલ વધારવા માટે કામ કરે છે. આ સાથે જામફળ હૃદયને પણ સ્વસ્થ રાખે છે અને શરીરમાં સુગર ની માત્રા ઓછી કરે છે.
શિમલા મિર્ચ :- શિમલા મિર્ચ વિટામિન એ,સી,ઇ, ફાઈબર, ફોલેટ અને પોટેશિયમ નો સારો એવો ખજાનો છે. ફોલેટ હિમોગ્લોબીન લેવલ વધારવા માટે કામ કરે છે અને તેનાથી પાચન શક્તિમાં પણ વધારો કરી શકાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.