મિત્રો હાલના સમયમાં મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે. મિત્રો મહિલાઓને થાઈરોઈડની સમસ્યા ને કારણે પ્રેગનેન્સીમાં પણ ખૂબ જ મોટી સમસ્યા પેદા થાય છે અને આવનાર બાળક માટે પણ ખૂબ જ જોખમી સાબિત થાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને થાઈરોઈડની સમસ્યા ના કારણો અને તેના ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો થાઈરોઈડ વ્યક્તિના ગરદન ની વચ્ચે થતો હોય છે. મિત્રો થાઇરોઇડ હોર્મોન્સ માં ટી-૩ અને ટી-૪ નામના હોર્મોન્સ ખૂબ જ સક્રિય હોય છે.
મિત્રો તજજ્ઞોના જણાવ્યા અનુસાર શરીરમાં ટી-૩ અને ટી-૪ નામના હોર્મોન્સ ઓ લોહીમાં ઓછા થવા ને કારણે હાઈપોથાઈરોઈડ ની સમસ્યા થઈ શકે છે. મિત્રો હાઈપોથાઈરોઈડ ને મોટા થવા વાળો થાઇરોઇડ પણ કહેવામાં આવે છે. તેવી જ રીતે હાઇપર થાઈરોઈડ અને પાતળા થવા વાળા થાઇરોઇડ કહેવામાં આવે છે.
મિત્રો જે લોકોને હાઈપોથાઈરોઈડ ની સમસ્યા હોય છે તે લોકોનાં વજનમાં ખૂબ જ વધારો થાય છે તે લોકોને ખૂબ જ થકાન મહેસૂસ થાય છે. આ પ્રકારના વ્યક્તિઓ ખુદને અસ્વસ્થ મહેસુસ કરે છે અને તેમને વધુ પડતી ઊંઘ આવતી હોય છે. આ પ્રકારના વ્યક્તિઓને ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે,
વાળ સંબંધિત સમસ્યાઓમાં વધારો થાય છે. અને આ પ્રકારના વ્યક્તિઓ માં ઠંડી વધુ માત્રામાં લાગતી હોય છે.
મિત્રો આ પ્રકારનાં લક્ષણો જો તમને જણાય તો તમારે તરત જ થાઇરોઇડનો ટેસ્ટ કરાવવો જોઈએ. થાઇરોઇડના ટેસ્ટ ને થાઈરોઇડ ફંક્શન ટેસ્ટ કહેવામાં આવે છે.
મિત્રો થાઇરોઇડ ટેસ્ટ માં THS નું લેવલ પાંચ અથવા પાંચ કરતાં વધારે છે તો તમારે થાઇરોઇડ ની સમસ્યા છે તેવું સમજવું જોઈએ. મિત્રો તમારો થાઇરોઇડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તમારી તાત્કાલિક ધોરણે દવાઓનું સેવન ચાલુ કરી દેવું જોઇએ અને તેના સાથે જ તમારી ડાયટ ઉપર ખુબ જ ધ્યાન રાખવુ પડી શકે છે.
મિત્રો જ્યારે ડોક્ટર તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરે ત્યારબાદ દોઢ મહિના પછી તમારે ફરી ડોક્ટરને બતાવવું જોઈએ અને ફરીથી થાઇરોઇડના ટેસ્ટ કરાવવા જોઈએ જેથી કરીને તમે તમારું થાઈરોઈડ લેવલ જાણી શકો છો. મિત્રો ડોક્ટરના જણાવ્યા અનુસાર જો તમે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર તેવી દવાઓનું સેવન કરો છો ત્યારે થાઇરોઇડ ની ગોળી તમારે આ દવાના ત્રણ કલાક પછી સેવન કરવું જોઈએ.
મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમે થાઇરોઇડને ઘરેલુ ઉપચાર કરીને પણ કંટ્રોલ કરી શકો છો તેના માટે તમારે તમારા નિત્યક્રમમાં અને જરૂરી આહારમાં ખૂબ જ મોટા બદલાવો લાવા પડી શકે છે. મિત્રો જ્યારે પણ તમને થાઈરોઈડની સમસ્યા જણાય ત્યારે તમારે નિયમિત રૂપે ડોક્ટરની સલાહ મુજબ દવાઓનું સેવન કરવું જોઈએ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.