સૂંઠનો ઉપયોગ કરીને દૂર કરો તાવ, શરદી, ખાંસી, કમરનો દુઃખાવો સહિત અગણિત સમસ્યાઓ.

સામાન્ય રીતે દરેક ભારતીય ઘરમાં સૂંઠ આસાનીથી મળી આવે છે. આમ તો સૂંઠ નો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પંરતુ તમારે જાણવું જોઈએ કે તકે સૂંઠનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સમસ્યાઓ ને પણ દૂર કરી શકો છો. જો તમને વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ, કફ અને તાવ ની સમસ્યા થઇ હોય તો તમે સૂંઠનો ઉપયોગ કરી શકો છો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પ્રાચીન સમયમાં જ્યારે મેડિકલ સાયન્સ નો આટલો વિકાસ થયો નહોતો ત્યારે આ ઘરેલુ ઉપાય અપનાવીને બીમારીઓનો ઈલાજ કરવામાં આવતો હતો અને આજે પણ આ ઉપાય એકદમ કારગર સાબિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સૂંઠનો ઉપયોગ કેવી રીતે અને કેટલી માત્રામાં કરવો જોઈએ તેના વિશે જણાવીશું.

પેઢાની સમસ્યા :- આજના સમયમાં પેઢાની સમસ્યાથી પીડિત લોકોની કોઈ કમી નથી. તમે બધા સારી રીતે જાણતા હશો કે પેઢામાં સોજો આવવા પર કોઈપણ વસ્તુ ખાવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો તમે પણ પેઢાના સોજાની સમસ્યાથી રાહત મેળવવા માંગો છો તો તમારે ભોજનમાં સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે ચાર ગ્રામ સૂંઠ ના ચૂર્ણનો પાણી સાથે ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમારા દાંતની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જૂનામાં જૂની ઉધરસ :- કેટલાક લોકોને ઉધરસની સમસ્યા કાયમી રહેતી હોય છે. જ્યારે વ્યક્તિને ઉધરસ થાય છે ત્યારે તે યોગ્ય રીતે ના તો ભોજન કરી શકે છે અને ના તેનો મૂડ સારો રહે છે. આ સમસ્યા માટે સૂંઠ ઉપયોગી થઇ શકે છે. તેનાથી જૂનામાં જૂની ઉધરસની સમસ્યા કાયમી દૂર થઈ જશે. તમને કહી દઈએ કે ઉધરસની સમસ્યામાં તમારે પાણીમાં સૂંઠનો પાવડર મિક્સ કરીને સેવન કરવું પડશે. તેનાથી તમને રાહત મળી જશે.

તાવની સમસ્યા :- જો તમને અન્ય કોઈ ઉપાયથી તાવની સમસ્યા દૂર થઈ રહી નથી તો તમે સૂંઠનો ઉપયોગ કરીને તાવની બીમારી દૂર કરી શકો છો. જોકે યાદ રાખો કે હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે તેથી જો વધારે પ્રમાણમાં તાવ આવે તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જોકે તમને નોર્મલ તાવ છે તો તમે સૂંઠનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૂંઠને છાશના ઉપરના પાણીમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જો તમે સતત 21 દિવસ સુધી આ ઉપાય કરશો તો તમને જૂનામાં જુના તાવથી રાહત મળી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કમરનો દુઃખાવો :- જો તમને પેટમાં ગેસ થઈ ગયો છે તો તેનાથી તમને કમરનો દુઃખાવો પણ થઈ શકે છે. આવામાં તમે સૂંઠનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે સૂંઠ અને એરંડા ના મૂળને ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી લો. ત્યારબાદ તેનો ઉકાળો બનાવીને તેમાં હિંગ અને બ્લેક નમક મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જેનાથી વાયુને લીધે થતા કમરના દુખાવામાં રાહત મળી જશે.

ઝાડાની સમસ્યા :- સામાન્ય રીતે નાના હોય કે મોટા કોઈપણ વ્યક્તિને ઝાડાની સમસ્યા થઇ શકે છે. આ સાથે જો એક કે બે દિવસ સતત ઝાડા રહે છે તો તમે એકદમ નબળાઈ અનુભવવા લાગો છો. જોકે ઝાડાની સમસ્યા દૂર કરવા માટે પણ સૂંઠ કામ કરી શકે છે. આ માટે સૂંઠ, જીરું અને સેન્ધા નમક ને છાશમાં મિક્સ કરીને પીવાથી ઝાડાની સમસ્યા દૂર કરી શકાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment