હિંગ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતા મસાલાઓ પૈકી એક છે. હિંગ તેની દમદાર સુગંધની સાથે સાથે ભોજનનો સ્વાદ વધારવા માટે વાપરવામાં આવે છે. આ સિવાય હિંગ પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવીને પેટના રોગો દૂર કરવા માટે પણ કામ કરે છે. હિંગનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે.
હકીકતમાં હિંગમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી ગુણ મળી આવે છે, જે શરીરના મોટાભાગના રોગો દૂર કરવા માટે કામ કરે છે. જો તમે ભોજનમાં હિંગ ઉમેરવાની પસંદ નથી તો તમે ગરમ પાણી સાથે પણ હિંગ પાવડર નો ઉપયોગ કરી શકો છો. તેનાથી તકે વજન વધારો દૂર કરીને એકદમ ફીટ લાઈફ મેળવી શકો છો. તો ચાલો આપણે હિંગનું પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.
હિંગનું પાણી કેવી રીતે બનાવવું :- હિંગનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી લઈને તેમાં અડધી ચમચી હિંગનો પાવડર ઉમેરી લો. ત્યારબાદ તેનું તમે સેવન કરી શકો છો. જેનાથી કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે. આ સિવાય પણ બીજા હિંગના ઘણા ફાયદાઓ છે, જેના વિશે ચાલો આપણે જાણીએ.
હકીકતમાં હીંગના પાણીનું સેવન કરવાથી તમને માથાનો દુઃખાવો દૂર કરવામાં મદદ મળી શકે છે. તેનાથી માથાની માંસપેશીઓ મજબૂત થાય છે. આ સાથે તે રક્ત કોશિકાઓ નો સોજો પણ દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે હિંગના પાણીનો ઉપયોગ કરવો જ જોઈએ.
હિંગમાં કેટલાક તત્વો એવા મળી આવે છે જે સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ઠંડા વાતાવરણમાં એક ગ્લાસ હિંગ પાણી પીવાથી તમને શ્વાસ સાથે જોડાયેલ બીમારીઓ થઈ શકતી નથી અને શરદી, તાવ જેવી સમસ્યાઓ થી પણ બચાવ થાય છે.
હિંગનું પાણી પીવાથી મેટાબોલિઝ્મ લેવલમાં વધારો કરી શકાય છે. જેનાથી શરીર પર જામી ગયેલી ચરબી તો ઓછી કરી શકાય છે. આ સાથે તે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય હિંગ ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, જેનાથી તમને હૃદય રોગ થઈ શકતો નથી.
હિંગ પાચન સાથે જોડાયેલ રોગો દૂર કરવા માટે પણ કામ કરે છે. હકીકતમાં તેનાથી તમને કબજિયાત, એસિડિટી, અપચો અને ગેસ જેવી સમસ્યાઓ થઇ શકતી નથી. તેનાથી પેટનો પીએચ લેવલ પણ જળવાઈ રહે છે.
હિંગમા એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેના લીધે તમને શરદી, ખાંસી, અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા રોગોથી છુટકારો મળી શકે છે. જો તમને ગળામાં કફ થઈ ગયો છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો તેનાથી પણ રાહત પ્રાપ્ત થાય છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.