શરીરના ખૂણાઓની કાળાશ કરો દૂર, આ ચમત્કારિક ઉપાયથી.

મિત્રો આજે અમે તમને આ લેખમાં શરીર પર જામી ગયેલો મેલ અને શરીર પર પડી ગયેલા કાળા ડાઘા દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો અત્યારના સમયમાં વ્યક્તિઓ પોતાની જાતને સુંદર અને સ્વચ્છ રાખવા માટે હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ કેમિકલયુક્ત દવાઓ અને પાઉડરનો ઉપયોગ કરીને ચહેરા અને ચામડી ઉપર તેની આડઅસરો વધુ માત્રામાં જોવા મળતી હોય છે.મિત્રો શરીરનો મેલ વ્યક્તિઓને અણગમતો હોય છે.

વ્યક્તિઓ શરીર પર રહેલા મેલ ના કારણે શરમજનક સ્થિતિમાં મૂકાઈ જતા હોય છે. વધુ માત્રામાં શરીરમાં મેલ જામી જવાથી શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેમાંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદ માં કેટલાક ઘરેલુ ઉપાયો જણાવવામાં  આવ્યા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હાલના સમયમાં બજારમાં કેટલાક પ્રકારના કેમિકલ યુક્ત દવાઓ અને પાઉડર મળતા હોય છે. પરંતુ તેનાથી આપણા શરીરને આડઅસર થવાના ચાન્સ રહેતા હોય છે. મિત્રો શરીર પર રહેલા મેલ અને કાળા ડાઘને દૂર કરવા માટે એક મોટી વાટકીમાં ૩૦ થી ૪૦ ગ્રામ જેટલો ચણાનો લોટ લો.

મિત્રો ત્યારબાદ તેમાં દોઢ થી બે ચમચી જેટલી હળદર ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બે મોટા લીંબુનો રસ ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણમાં એક ચમચી ખાવાના સોડા મિક્સ કરીને બરાબર હલાવી લો. મિત્રો ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે એક પેસ્ટ તૈયાર થાય તે રીતે તેમાં પાણી ઉમેરો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ત્યારબાદ આ બધી જ વસ્તુને એક ચમચીની મદદથી બરાબર રીતે મિક્સ કરી લો. અને એક પેસ્ટ બનાવી લો. મિત્રો ત્યારબાદ શરીરના જે ભાગમાં મેલ જામી ગયો હોય અને જે ભાગમાં કાળા ડાઘ હોય તે જગ્યા એ આ પેસ્ટને લગાવી દો. મિત્રો ત્યારબાદ પેસ્ટ સુકાઈ જાય એટલે તેના પર હાથની આંગળી વડે બરાબર મસાજ કરો.

જ્યાં સુધી આ પેસ્ટ મસાજ દ્વારા નીકળી ન જાય ત્યાં સુધી આ પેસ્ટ પર મસાજ કરતા રહો. મિત્રો ત્યારબાદ સ્વચ્છ પાણી વડે ધોઈને કોટન ના કપડા થી તેને બરાબર સાફ કરી લો. મિત્રો આ આયુર્વેદિક ઉપચાર કરવાથી તમારા શરીર પર જામેલો બધું જ મેલ દૂર થઈ જશે અને ચહેરા પર સુંદરતા જોવા મળશે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment