બેસીને કામ કરતા હોય અને બેઠાળું જીવન જીવતા હોય તો સુધારી જાજો, આ રોગ તમારો પીછો નહીં છોડે.

આજના સમયમાં મોટાભાગના લોકો કોર્પોરેટ કંપનીઓ માં જોબ કરે છે. અહી તેઓ કાંતો ઓફિસમાં બેસી રહે છે અથવા તો મશીનરી પર દેખરેખ રાખે છે. જેના લીધે તેઓને દિવસ દરમિયાન શારિરીક થાક લાગતો નથી. આજ કારણ છે કે આજના સમયમાં પહેલાની સરખામણીમાં વધારે રોગો થઇ રહ્યા છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પહેલા જ્યાં લોકો આખો દિવસ ખૂબ જ મજૂરી કરતા હતા, જેના લીધે તેઓને રોગ થવાનો ભય ખૂબ જ ઓછો રહેતો હતો પંરતુ આજે મોટાભાગના લોકો કોઈકના કોઈક બીમારીઓનો શિકાર બની ગયા છે.

હવે તમે કહેશો કે બેઠાળુ જીવન જીવન જીવતા હોવા છતાં કેવી રીતે રોગ થઈ શકે? તો તમને કહી દઈએ કે આખો દિવસ બેસી રહેવાથી અને શારિરીક કામ ના કરવાથી હાડકા નબળા પડી જાય છે. આ સાથે તમે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગમાં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં તમારે સમય સમય પર થોડાક કામ કરતા રહેવું જોઈએ અને જો શક્ય હોય તો દરરોજ જીમમાં કસરત પણ કરવી જોઈએ. જેના લીધે તમારું શરીર શારીરિક રીતે કાર્ય કરશે અને રોગ થશે નહીં.

જો તમે આખો દિવસ શારીરિક કામ કરો છો તો તમને રોગ થવાનો ભય ખૂબ જ ઓછો રહે છે પંરતુ જો તમે બેસીને કામ કરી રહ્યા છો અને સમયનો અભાવ છે તો તમારે નિરોગી રહેવા માટે સીડીઓ ચઢવી જોઈએ, અંતર થોડુંક હોય તો ચાલીને જવું જોઈએ, મન પસંદ આઉટડોર રમત રમવી જોઈએ વગેરેથી તમે ઘણા રોગોને દૂર કરી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકો આખો દિવસ ઓફિસમાં કામ કરે છે અને શારીરિક રીતે થાકતાં નથી. જેના લીધે તેઓને રાતે સારી ઊંઘ પણ આવતી નથી. આ સાથે તેનાથી હાડકાં પણ નબળા પડી જાય છે. જેના લીધે સંધિવા, કળતર, સ્નાયુઓમાં ખેંચાણ વગેરે નો સામનો કરવો પડે છે.

જો તમે આ બધી બીમારીઓથી બચવા માંગો છો તો તમારે કોઈ કારણ વગર એકાદ અઠવાડિયામાં કુદરતના ખોળે ફરવા નીકળી જવું પડે અને કુદરત દ્વારા બનાવવામાં આવેલ આ સુંદર ધરતીનો આનંદ માણવો જોઈએ.

બેઠાળુ લોકોને અન્ય લોકો કરતા કબજિયાત, કીડની સાથે જોડાયેલ રોગોનો વધારે ભય રહે છે. જેના લીધે તેઓએ શક્ય હોય તો સવારે પ્રાણાયામ અને કસરત કરવી જોઈએ. જેનાથી તમારી શરીર એકદમ મુક્તપણે કામ કરી શકશે અને તમને થાક પણ લાગશે નહીં. આ સાથે આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહેશે.

આજ ઘણા લોકોના મનમાં હોય છે કે જો બેઠાળુ જીવન જીવવા મળી જાય તો જિંદગી સેટ થઈ જાય… જો તમારી પણ આ માનસિકતા છે તો તમે ખોટા હોય શકો છો. કારણ કે દિવસ દરમિયાન હલન ચલન કરવી, થોડુંક પરિશ્રમ યુક્ત કામ કરવું વગેરે જ જિંદગીનું સાચું સુખ છે. તેનાથી વ્યકિતને રોગ થવાનો ભય ઓછો થાય છે અને રાતે મીઠી ઊંઘ પણ આવી શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment