દોસ્તો આજના આ લેખમાં અમે તમને પેટના દુઃખાવાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો તકે ઉપયોગ કરો છો તો તમને પેટના દુઃખાવાથી રાહત મળી જાય છે. આ સાથે તમને અસહ્ય દુખાવો થવાનો ભય પણ રહેતો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
જો તમે દરરોજ સવારે ગાયનું દૂધ અથવા લીંબુ પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને સેવન કરી લો છો તો તેનાથી પેટના દુઃખાવાથી રાહત મળી જાય છે. જો તમે ફુદીના ને બારીક વાટીને ગરમ પાણી સાથે લો છો તો પણ તમને પેટના દુખાવામાં આરામ મળે છે.
જો તમે મૂળાના પાનનો પાણીમાં મિક્સ કરીને રસ બનાવી લો. ત્યારબાદ તેમાં સુરોખાર ઉમેરીને સેવન કરી લેવામાં આવે તો કબજિયાત સહિત પેટનો દુખાવો દૂર થાય છે.
અજમો, હિંગ અને સિંધવ મીઠું ને પ્રમાસર મિક્સ કરીને ચપટી ભરીને ખાઈ લેવામાં આવે તો પેટના દુખાવામાં આરામ મળે છે. આ સિવાય તમે આદુ સાથે લીંબુનો રસ અને મીઠું મિક્સ કરીને ખાઈ લો છો તો પણ ફરક પડવા લાગે છે. રાઈનો પાવડર બનાવીને તેને પાણી સાથે લેવામાં આવે તો પણ પેટનો વિકાર સહિત ચૂંક આવતી હોય તો તેનાથી રાહત મળે છે.
થોડીક સાકર લઈને તેને દૂધમાં ઉમેરી લો. હવે જ્યારે તે દૂધ માં ઓગળી જાય ત્યારે તેમાં ચમચી દિવેલ ઉમેરીને સેવન કરવામાં આવે તો પેટનો ઝીણો દુખાવો દૂર થઈ જાય છે. મધ અને લસણને મિક્સ કરીને સવારના પહોરમાં ખાલી પેટ લઈ લેવામાં આવે તો પણ તરત જ ફરક દેખાય છે અને પાચન શકિતમાં પણ વધારો કરી શકાય છે.
પાણીમાં સૂંઠ ઉમેરીને તેને બરાબર ઉકાળી લેવામાં આવે ત્યારબાદ જ્યારે તે હૂંફાળું બને ત્યારે તેનું સેવન કરવાથી તમને પેટના ઝીણા દુખાવામાં મદદ મળે છે. જો તમે ઉપરોક્ત ઉકાળામાં ખાવાના સોડા ચપટી ભરીને મિક્સ કર્યા વાદ પાંચ ચમચી લેવામાં આવે તો એસિડિટી નો ઓડકાર આવતો નથી.
તમારા માટે પેટના દુખાવામાં સાકર પણ દવાની જેમ કામ કરે છે. આ માટે તમારે સૌથી પહેલા સાકરને પાણીમાં ઉમેરીને ડ્રીંક બનાવીને સેવન કરવું પડશે. જેનાથી પેટમાં ઠંડક મળી જાય છે અને દુખાવો દૂર થાય છે. જીરૂ અને ધાણાને રાતે પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ તેને મસળીને પી લેવામાં આવે તો પેટના દુખાવા સહિત પેટ સાફ થવા માં મદદ મળે છે.
એક ચમચી આદુનો રસ , બે ચમચી લીંબુનો રસ અને સાકર ત્રણેયને પાણી સાથે મિક્સ કરીને હલાવીને પી લેવામાં આવે તો પણ પેટના દુખાવામાં આરામ મળી શકે છે. તમે પેટના દુખાવાની સમયમાં કોકમ નો રસ પણ પી શકો છો. આ કારગર ઉપાય છે. હવે તમે ઉપર જણાવેલ ઉપાયમાંથી કોઈ એક ઉપાય અપનાવીને પેટના દુખાવાને અલવિદા કહી શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.