આ વસ્તુઓ ખાતા હોય તો થઈ જાવ સાવધાન, નહીંતર બની જશો પથરીના શિકાર. આજથી જ બંધ કરી દો ખાવાની.

દોસ્તો આજના સમયમાં વ્યસ્ત દિનચર્યા અને ખરાબ ખાનપાન ને લીધે લોકો અનેક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. હા, લોકો વ્યસ્ત સમયપત્રકને લીધે પોતાના શરીરની સંભાળ લઈ શકતા નથી. જેના લીધે તેઓ બહારનું ભોજન ખાઈને સમય પસાર કરે છે, જે ઘણા રોગો થવા પાછળનું કારણ માનવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે સમયસર સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે જો તમે પોતાના શરીરની સંભાળ લેશો નહીં તો તે ઘણી બીમારીઓનું ઘર બની જશે. આવી જ એક સમસ્યા કિડનીમાં પથરી થવાની છે, જ્યારે કિડનીમાં પથરી પેદા થાય છે ત્યારે તેનાથી અસહ્ય દુખાવો થાય છે. આ સાથે ઘણી વખત તો દુખાવો એટલો વધી જાય છે કે તેને સહન કરવો ખૂબ મુશ્કેલ બને છે.

તમે આજ પહેલા ડોક્ટરોને પથરી થવા પર કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેના વિશે જણાવતા સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમને એવા ખોરાક વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે પથરી થવા પાછળ કારણભૂત માનવામાં આવે છે. જેનાથી તમારે સમયસર અંતર બનાવી લેવું જોઈએ… તો ચાલો આપણે જાણીએ કે આ ખોરાક કયા કયા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મોટે ભાગે બધા જ લોકોને પાલકની શાકભાજી ખાવી ગમે છે. કારણ કે તે સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય છે પરંતુ તમારે જાણવું જોઈએ કે પાલકની શાકભાજી અમુક રોગોનું કારણ પણ બને છે. હકીકતમાં તેમાં ઓક્સાલેટ નામનો પદાર્થ મળી આવે છે, જે લોહીમાં કેલ્શિયમનો સંગ્રહ કરે છે પરંતુ જ્યારે લોહી ફિલ્ટર થવા માટે કિડનીમાં જાય છે ત્યારે તે કિડની કેલ્શિયમને ફિલ્ટર કરી શકતી નથી.

આ સાથે કેલ્શિયમ પેશાબ દ્વારા પણ બહાર કાઢી શકાતો નથી, જે ધીમે ધીમે પેટમાં એકઠો થઈને પથરીનું સ્વરુપ ધારણ કરે છે. જો તમે નોનવેજ ખાવાનું પસંદ કરો છો તો તમારે સમયસર સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે ચિકન, લાલ માંસ, માછલી વગેરે જેવા ખોરાકમાં યુરીક એસીડની માત્રા સૌથી વધારે હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે જ્યારે તમે નોનવેજ નું સેવન કરો છો ત્યારે પેશાબમાં સાઇટ્રેટ નામનું રસાયણ ઘટી જાય છે. જે પથરી બનવાની શક્યતાને વધારે છે. પથરીની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોને નોનવેજ છોડીને દૂધ, દહીં વગેરે જેવા પદાર્થોમાંથી પ્રોટીન મેળવવાની કોશિશ કરવી જોઈએ.

ચોકલેટ પણ એક આવી જ વસ્તુ છે, જેનાથી તમે અંતર બનાવી રાખો તો સારું છે. કારણ કે ચોકલેટમાં પણ ઓક્સાલેટ મળી આવે છે, જે પથરીનું કદ વધારે છે. જેનાથી પથરી પેશાબ દ્વારા પણ બહાર આવી શકતી નથી અને કિડનીને ખરાબ કરવાનું કામ કરે છે.

તમને જણાવી દઈએ કે જો તમે પથરીની સમસ્યાથી બચવા માંગો છો તો તમારે દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી વધારે પાણી પીવું જોઈએ. કારણ કે જો તમે પાણી પીતા નથી તો તેનાથી શરીરમાં રહેલો ક્ષાર એક જગ્યાએ એકઠો થાય છે અને તે પથરી નુ સ્વરુપ ધારણ કરે છે.

તેનાથી વિપરીત જો તમે સમયસર પાણીનું સેવન કરો છો તો તેનાથી ક્ષાર ઘટ્ટ સ્વરૂપ ધારણ કરી શકતો નથી અને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. તેથી તમારે દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment