દોસ્તો તમે આજ પહેલા ઘણી વખત રસોઈ ઘરમાં સૂંઠનો ઉપયોગ કર્યો હશે. જ્યારે આદુ સુકાઈ જાય છે ત્યારે તેને સૂંઠ કહેવામાં આવે છે. જે ભોજનો સ્વાદ વધારવા માટે કામ કરે છે. જોકે તમને જણાવી દઈએ કે તમે સૂંઠનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થી અંતર બનાવી શકો છો. આ માટે તમારે કોઈ પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી.
જો આપણે સુંઠમાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં ઓમેગા 3, ફેટી એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત બીજા ઘણા પોષક ગુણધર્મો હોય છે, તેના ઉપયોગથી તમને શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ રહેતી નથી અને તમે આડઅસર વિના સમસ્યાથી રાહત મેળવી શકો છો.
તો ચાલો આપણે જાણીએ કે સૂંઠનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ બીમારીઓને દુર કરી શકાય છે.
જો તમે હાલમાં પ્રેગ્નેસી નો સમય પસાર કરી રહ્યા છો અને વારંવાર ઉલ્ટી, ઝાડા, ઉબકા આવવા જેવી સમસ્યાઓ થાય છે તો તનાતે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમને અવશ્ય રાહત મળી જશે.
જો તમે ભોજનમાં દરરોજ સૂંઠનો ઉપયોગ કરો છો તો તેનાથી પાચન શક્તિ નબળી પડતી નથી અને તમને પેટના રોગો જેમ કે કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી વગેરેથી રાહત મળી શકે છે. આ માટે તમારે ભોજનમાં સૂંઠ ખાવી જોઈએ.
જો તમે તલના તેલમાં સૂંઠનો પાવડર બનાવીને તેને સાંધાના દુખાવા, હાથ પગના દુઃખાવા, સંધિવા, ઘૂંટણનો દુખાવો સહિત કોઈપણ દુઃખવાગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી દુખાવો કાયમ માટે દૂર થાય છે. આ સિવાય તમને રાત દરમિયાન પગ દુઃખાવાને લીધે ઊંઘ આવતી નથી તો તમારે ઉપરોક્ત જણાવેલ પેસ્ટને પગ અથવા હાથ પર લગાવીને પાંટો બાંધી લેવો જોઈએ.
ત્યારબાદ સૂઈ જવું જોઈએ, આ ઉપાય કરવાથી તમને દુખાવો થશે નહિ અને તમે શાંતિની ઊંઘ લઇ શકશો. આજના સમયમાં આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી વ્યક્તિ થાકી જાય છે. આ સાથે તણાવ, ચિંતાને લીધે વ્યક્તિ ઊંઘી પણ શકતો નથી.
આવામાં તમારે સૌથી પહેલા સૂંઠ પાવડર ને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ જ્યાં તમને માથાનો દુખાવો અથવા આઘશિશી થઈ હોય ત્યાં થોડીક વાર સુધી ઘસવાથી આરામ મળી જાય છે અને દુખાવો પણ દૂર થાય છે.
જો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે અને સહેજ વાતાવરણમાં બદલાવ આવતા તમે બીમાર બની જાવ છો અને તમને શરદી, ઉધરસ જેવી બીમારીઓ ઘેરી લે છે તો તમારે તજ પત્તા, સાકર અને સૂંઠ ત્રણેય મિક્સ કરીને પાણીમાં ઉમેરી ઉકાળો બનાવી લેવો જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ તો વધશે સાથે સાથે વાયરલ બીમારીઓ પણ થશે નહિ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.