આયુર્વેદ

ડોક્ટર પાસે ગયા વિના પાંચ જ મિનિટમાં પેટના દુખાવાને દૂર કરી દેશે આ દેશી ઉપાય.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો આધુનિક જીવન જીવવાની લાલસામાં દાદીમાના ઘરેલુ ઉપાય ને ભૂલી ગયા છે અથવા જાણતા હોવા છતાં તેની અવગણના કરે છે. જોકે તમારે વહેલી તકે સમજી લેવું જોઈએ કે ડોકટરી દવા તમને રોગોથી રાહત તો આપી શકે છે પંરતુ પાછળથી તે વિવિધ બીમારીઓનું સ્વરૂપ ધારણ કરે છે.

તેથી જો તમને કોઈ જટિલ બીમારી હોય તો જ ડોકટર પાસે જવું જોઈએ. કારણ કે નાની નાની બીમારીઓથી તો તમે ઘર બેઠા રાહત મેળવી શકો છો.

તમને જણાવી દઈએ કે આપણી આજુબાજુ એવી ઘણી ઔષધિઓ છે જે તમને આડઅસર વિના રોગોથી રાહત આપી શકે છે, તેથી તમારે તેના વિશે જાણવું જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ. જોકે આજે અમે તમને આ ઔષધિઓ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને પેટના રોગોથી રાહત મળશે, તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

જો તમે આ ઔષધીઓનો કહ્યા પ્રમાણે ઉપયોગ કરો છો તો તેનાથી પેટના વિકાર, ગેસ, અપચો, કબજિયાત, એસિડિટી વગેરેથી રાહત મળે છે અને તમે રોગ મુક્ત જીવન જીવી શકો છો. આ સાથે જો તમારા શરીરમાં આળસ, નબળાઈ વગેરે હોય તો તેનાથી પણ મુક્તિ મળે છે.

દોસ્તો તમે આજ સુધી અજમાનો ઉપયોગ રસોઈ ઘરમાં કર્યો હશે. જોકે તમને જણાવી દઈએ કે તમે અજમાનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી પણ રાહત મેળવી શકો છો. અજમાની અંદર એવા ગુણો મળી આવે છે જે પેટના રોગોને તો દૂર કરે છે સાથે સાથે પેટ અને આંતરડામાં જામી ગયેલ કચરો પણ બહાર કાઢવામાં મદદ કરે છે.

જો તમે અજમાને પાવડર સ્વરૂપ માં ફેરવીને ગરમ પાણીમાં મિક્સ કરી સવારે ખાલી પેટ પીવો છો તો પેટનો દુખાવો દૂર કરી શકાય છે. જો તમને કોઢા વાયુની સમસ્યા થઈ ગઈ હોય તો અજમાને શેકીને તેની ઉપર સેન્ધા મીઠું ભભરાવી દો. ત્યારબાદ તેને ગરમ પાણી સાથે લેશો તો તમને આરામ મળી જશે.

જો તમને કોઈ ખોરાક પચવામાં મુશ્કેલી આવે છે અને ખોરાક આસાનીથી પચી શકતો નથી તો તમારે સૌથી પહેલા હિંગ અને અજમાને સમાન પ્રમાણમાં ચપટી ચપટી લઈને તેમાં સંચળ મીઠું ઉમેરી ગરમ પાણી સાથે સેવન કરવામાં આવે તો પાચન શકતી માં વધારો થઈ શકે છે.

જો પેટનો ગેસ રહેતો હોય તો તમારે ગરમ પાણી સાથે અજમો, હિંગ અને હિમેજ ત્રણેયને સમાન પ્રમાણમાં લેવામાં આવે તો ગેસ અને અપચો ની સમસ્યા રહેતી નથી. જો કોઈ નાના બાળકને ઝાડા થઈ ગયા છે અને મટવાનુ નામ લઈ રહ્યા નથી તો તમારે ગરમ પાણી સાથે અજમો પાવડર અને સંચળ મીઠું લઈને સેવન કરવું જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published.