દોસ્તો આજના સમયમાં બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે લોકો ઘણી બીમારીઓને સામેથી આમંત્રણ આપી રહ્યા છે. જેમાંથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે જે એક વખત પાછળ પડી જાય તો દૂર થવાનું નામ લેતી નથી. આવી જ એક સમસ્યા કબજિયાત ની છે. કબજિયાત પેટ સાથે જોડાયેલ સમસ્યા છે અને તે પેટ યોગ્ય રીતે સાફ ના થવાને કારણે થાય છે.
આવી સ્થિતિમાં જો તમે કબજિયાત જેવી જટિલ બીમારીનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો અમલ કરીને તમે આસાનીથી કબજિયાતથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.
તમે આજ પહેલા ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કર્યો હશે અથવા તેનાથી થતા ફાયદાઓ થી વાકેફ હશો. તમને જણાવી દઈએ કે ત્રિફળા ચૂર્ણમાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે પેટના બેક્ટેરિયા ને દૂર કરીને પેટને સ્વસ્થ બનાવે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે રાતે ત્રિફળા પાવડર ને પાણીમાં મિક્સ કરીને મૂકી દેવો જોઈએ. હવે સવારે ઊઠીને આ પાણીને ફિલ્ટર કરીને સેવન કરવાથી કબજિયાત દૂર કરી શકાય છે.
જો તમે અજમો અને જીરૂ ને મિક્સ કરીને તેનો પાવડર બનાવી લો અને પેટની સમસ્યા થવા પર તેને ચાવીને ખાઈ લો છો તો તેનાથી કબજિયાત ની સમસ્યા ગાયબ થઈ જાય છે. આ સાથે તમને જણાવી દઈએ કે તમે અજમો અને ગોળની ગોળીઓ બનાવીને સેવન કરો છો તો તેનાથી પણ પેટના વિકારો સહિત કબજિયાત દૂર થઈ શકે છે.
તમે આજ સુધી વરિયાળી નો ઉપયોગ મોઢાના ફ્રેશનર તરીકે કર્યો હશે પંરતુ તમારે જાણવું જોઈએ કે વરિયાળી કબજિયાત ની સમસ્યા દૂર કરવા માટે પણ કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે રાતે સૂતા પહેલા પાણીમાં વરિયાળી પલાળીને ગરમ કરવા માટે મૂકી દેવી જોઈએ. ત્યારબાદ જ્યારે પાણી નવશેકું બની જાય ત્યારે સેવન કરવાથી તમને રાહત મળી શકે છે.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત આપણે ના ઇચ્છતા હોવ છતાં ભોજન સારું બન્યું હોય તો તેનું સેવન કરી લેતા હોઈએ છે, જેના લીધે પાછળથી પેટમાં દુખાવો અને બળતરાની સમસ્યાને સામનો કરવો પડે છે, આવામાં તમારે ભોજનમાં એક નાની ઈલાયચી ખાઈ લેવી જોઈએ. જેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.
તમે રાતે સૂતા પહેલાં દૂધ સાથે એરંડિયું તેલ મિક્સ કરીને પણ લઈ શકો છો, જેનાથી પેટમાં જામી ગયેલો કચરો બહાર આવી જાય છે અને પેટ સાફ થાય છે. તમે ડ્રાય ફ્રુટ ખાવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર હશો. આવું જ એક ડ્રાય ફ્રુટ તમારી કબજિયાત ની સમસ્યા દૂર કરી શકે છે. આ વસ્તુ બીજું કોઈ નહિ પણ અંજીર છે.
તમે અંજીરને ભોજનમાં શામેલ કરીને પેટને સાફ રાખી શકો છો. તમે રાતે સૂતા પહેલાં દૂધ સાથે ચમચી ઘી મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. જે કબજિયાત દૂર કરવાની સાથે સાથે વાયરલ બીમારીઓથી પણ શરીરને સ્વસ્થ બનાવી રાખે છે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.