મિત્રો છાશ ને ગરીબોનું અમૃત પીણુ માનવામાં આવે છે. મિત્રો નાના બાળકોથી લઇને મોટા વ્યક્તિઓ ને છાશ ખૂબ જ પ્રિય હોય છે. દરેક વ્યક્તિઓ તેમના ભોજનમાં છાશ અવશ્ય લેતા હોય છે. મિત્રો છાશ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ છાશ માં મીઠું નાખીને સેવન કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરી શકે છે.
મિત્રો આજના લેખમાં અમે તમને છાસ માં મીઠું નાખીને ખાવાથી કેવા પ્રકારના રોગો થાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર છાશમાં મીઠું નાખીને તેનું સેવન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે.
મિત્રો છાશ માં આપણે જે મીઠું નાખીએ છીએ તે કાચુ મીઠું નાખીએ છીએ અને આપણે કાચા મીઠાનો છાશ સાથે સેવન કરીએ છીએ. મિત્રો કાચા મીઠા ને સફેદ બનાવવા માટે તેમાં કેમિકલનો ખુબ જ વધુ માત્રામાં ઉપયોગ થતો હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ ઘાતકી સાબિત થઈ શકે છે.
મિત્રો છાશ માં મીઠું નાખીને તેનું સેવન કરવાથી ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી. જેના કારણે વ્યક્તિની ચામડીને લગતા અનેક રોગો થઇ શકે છે. મિત્રો વધુ પડતું મીઠાનું સેવન કરવાથી ઘણા લોકોને વજન વધવાની સમસ્યા રહે છે. વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી શરીર ફુલવા લાગે છે. જેથી કરીને છાશમા મીઠાનું સેવન વધુ માત્રામાં ન કરવું જોઈએ.
મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર વધુ માત્રામાં મીઠાનું સેવન કરવાથી થાઈરોઈડની સમસ્યામાં વધારો થાય છે. મિત્રો જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેવા લોકોએ છાશમાં મીઠું નાખીને સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી થાઈરોઈડની સમસ્યામાં વધારો થાય છે. મિત્રો વધુ માત્રામાં કાચુ મીઠું ખાવાથી શરીરમાં કોડ નિકળવાની સમસ્યા રહે છે.
મિત્રો છાશમાં મીઠુ ઉમેરીને તેનું સેવન કરવાથી ચામડીને લગતી અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. છાશમાં મીઠું ઉમેરીને ખાવાથી ખસ, દાદર, ખરજવું જેવી સમસ્યા થતી હોય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કાચા મીઠાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક સાબિત થાય છે જેથી કરીને કાચા મીઠાનું સેવન ન કરવું જોઈએ.