ઘરેલું ઉપચાર

પેટની વધી જ બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે આ પાણી સાથે આ ખાસ વસ્તુ, પાંચ જ મિનિટમાં મળશે આરામ…

દોસ્તો આજના સમયમાં જો કોઈ વ્યક્તિ સૌથી વધારે કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યો હોય તો તે પેટના રોગોની સમસ્યા છે. આ સમસ્યાને લીધે વ્યક્તિને ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડે પડે છે સાથે સાથે લોકોની સામે શરમ પણ આવે છે. જ્યારે કોઈ પેટના રોગોનો શિકાર બની જાય છે ત્યારે તે તેનાથી રાહત મેળવવા માટે ઘણા ઉપાય કરે છે પંરતુ તેને યોગ્ય રાહત મળતી નથી.

અત્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે અને આ સીઝનમાં લોકો ચટાકેદાર ભોજનનો સ્વાદ માણવા માટે બહાર જતા હોય છે. આ ભોજન સ્વાદમાં ભલે સ્વાદિષ્ટ લાગે પંરતુ તેનાથી તમને ઘણા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. જેમાં પેટના રોગો જેમ કે ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત વગેરે મોખરે છે. જ્યારે કોઈ વ્યક્તિ આવી નાની બીમારીનો શિકાર બને છે ત્યારે તે સીધો ડોકટર પાસે જતો હોય છે.

જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બધી જ સમસ્યાઓનું તમે ઘરબેઠા આસાનીથી નિરાકરણ કરી શકો છો. જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે કોઈ વ્યક્તિને કબજિયાત થાય છે ત્યારે તેનો આખો દિવસ શરીરમાં બેચેની રહે છે સાથે સાથે મોઢામાં ચાંદા પડવાની શક્યતાઓ પણ વધી જાય છે.

આ સાથે જો તમે દિવસ દરમિયાન બહુ ઓછી માત્રામાં પાણી પીતા હોય છે, જેના લીધે શરીરને અશુદ્ધિ જમાં થઈ જાય છે અને તે કબજિયાત પાછળ જવાબદાર બને છે.

જે લોકો દિવસ દરમિયાન બહારના ભોજન ખાવાની ટેવ પડી ગઈ હોય એવા લોકોને કબજીયાત થાય છે, આવા લોકોને પાણી સાથે એક વસ્તુ મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આ એક વસ્તુ ઘી છે. આ માટે તમારે સૌથી પહેલા અડધો ગ્લાસ પાણીને ગરમ કરીને અડધી ચમચી ઘી ઉમેરી લેવું જોઈએ. ત્યારબાદ તમારે તેનું સેવન કરવું જોઈએ.

જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારા શરીરમાં લ્યુબ્રિકેશન આવે છે અને આંતરડા અથવા પેટમાં જામી ગયેલ વધારાની અશુદ્ધિઓ પણ મળ સાથે બહાર આવી જાય છે. જેના લીધે પેટ સાફ થઈ જાય છે અને તમને કબજીયાત થી આરામ મળે છે. આ સાથે પાણીમાં ઘી મિક્સ કરીને ઉપાય કરવાથી પાચન શક્તિ માં વધારો કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *