સામાન્ય રીતે બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. તેના સેવનથી ઘણી સ્વાસ્થય સબંધિત બીમારીઓ દૂર કરી શકાય છે અને આજ પહેલા તમે ઘણી વખત બદામ ખાવાથી થતા ફાયદાઓ વિશે વાંચ્યું હશે.
જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે જેમ સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે કોઈપણ વસ્તુના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કયા લોકો માટે બદામ નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો આ લોકો બદામનું સેવન કરે છે તો તેમને ફાયદાની જગ્યાએ નુકસાન નો સામનો કરવો પડે છે.
જે લોકોની પાચન શકિત નબળી પડી ગઈ છે એવા લોકોએ તેમના ભોજનમાં બદામનું સેવન ના કરવું જોઈએ. કારણ કે બદામ ને પચાવવા માટે વધારે સમય લાગે છે અને જ્યારે નબળી પાચન શક્તિ ધરાવતા લોકો બદામનું સેવન કરે છે તો તેમને પેટના રોગોનો સામનો કરવો પડી શકે છે.
જોકે તમે દિવસમાં 2-3 બદામ આરામથી ખાઈ શકો છો. તેનાથી તમને કોઈ સમસ્યા થઇ શકતી નથી પંરતુ આના કરતાં વધારે બદામ ખાવાથી સમસ્યા ઊભી થઈ શકે છે.
જે લોકો મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને પોતાનું વજન ઓછું કરવા માંગે છે એવા લોકોએ પણ બદામનું સેવન ના કરવું જોઈએ. કારણ કે બદામમાં વધુ પ્રમાણમાં કેલરી મળી આવે છે અને તેના સેવનથી તમે ઘણી સ્વાસ્થય સમસ્યાનો સામનો કરી શકો છો. આ સાથે પેટમાં ચરબીના થર ઓછાં થવાને બદલે વધતા રહે છે.
જો તમે કોઈ બીમારીની દવા લઈ રહ્યા હોય તો પણ તમારા બદામથી અંતર બનાવી રાખવું જોઈએ કારણ કે બદામમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ મળી આવે છે. જેના લીધે દવાની અસર રોગ પર થતી નથી. ટુંકમાં કહીએ તો દવા અને મેગ્નેશિયમ એકબીજાથી વિપરીત છે, જેના લીધે નિયમિત દવા લેતા હોય એવા લોકોએ બદામ ખાવા પર કાબૂ રાખવો જોઈએ.
દોસ્તો જે લોકો વિટામિન ઇની કેપ્સ્યુલ લેતા હોય એવા લોકોએ પણ બદામ ખાવી જોઈએ નહીં. કારણ કે બાળકમાંથી પણ વિટામિન ઇ મળી આવે છે. જેના લીધે બદામ અને વિટામિન ઈની કેપ્સ્યુલ બંને શરીરમાં વિટામિન ઈ પ્રદાન કરે છે, જેના લીધે શરીરમાં વિટામિન ઇનું પ્રમાણ જરૂરિયાત કરતા વધી જાય છે. જેના લીધે નુકસાન થવાની પૂરતી શક્યતા છે.
જોકે યાદ રાખો કે બદામ ખાવાથી ઘણા લાભ પણ થાય છે. જેમ કે ડાયાબીટીસ ની સમસ્યા દૂર કરી શકાય છે, આંખોની રોશની માં વધારો કરી શકાય છે, વાળના વિકાસ માટે કામ કરે છે, તંદુરસ્તી જળવાઈ રહે છે, આખો દિવસ શરીર ઉર્જામય રહે છે, માનસિક રીતે તમે તંદુરસ્ત રહી શકો છો વગેરે… જોકે તમારે બદામ ખાવા પર થોડોક સંયમ રાખવો જોઈએ. આ માટે તમે રાતે પલાળેલી બદામ સવારે ઊઠીને ખાઈ શકો છો.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.