આયુર્વેદ

દર 15 દિવસમાં એક વખત કરી લો સેવન તો આંતરડાની સફાઈ, મોઢાના ચાંદા જેવી સમસ્યાઓ થઈ જશે કાયમ માટે દૂર.

સામાન્ય રીતે આપણા શરીરમાં રહેલ દરેક અંગ એકદમ મહત્વનો અને દરેકનું પોતાનું કાર્ય છે. જોકે આપણે સૌથી વધારે મહત્વના અંગ વિશે વાત કરીએ તો તેમાં પેટનો સમાવેશ થાય છે. કારણ કે પેટ એક એવો અંગ છે, જે વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે અને

જો તેમાં કોઈપણ જાતની ખામી થાય છે, તો તેની સીધી અસર વ્યક્તિના શરીરમાં થાય છે. આજ કારણે એવું કહેવામાં આવે છે કે મોટાભાગના રોગો પેટથી શરુ થાય છે, તેથી તેની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

જો આપણે તેને ટુંકમાં કહીએ તો આપણા શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે પેટ મહત્વનો અંગ છે. જો તેમાં સહેજ પણ ખામી સર્જાય તો આખા શરીરમાં તેની અસર નો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પેટની સમસ્યા ના થાય તે માટે તેની પૂરતી સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો યોગ્ય સમયે ઉપચાર ના કરવામાં આવે તો સમસ્યા વધુ કથળી શકે છે.

હવે તમે પેટના મહત્વ વિશે તો સારી રીતે સમજી ગયા હશો. હવે પ્રશ્ન આવે છે કે પેટને સાફ કેવી રીતે રાખવું જોઈએ, જેથી કરીને પેટ એકદમ સાફ રહે અને આપણને કોઈ રોગ થઈ શકે નહીં. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને જે ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,

જેને કરવા માત્રથી પેટના રોગો દૂર થઈ જશે. જોકે યાદ રાખો કે આ ઉપાય તમારે પંદર દિવસમાં એક વખત એટલે કે મહિનામાં બે વખત જ કરવાનો રહેશે. તો ચાલો આપણે આ ઉપાય વિશે જાણીએ.

સામગ્રી :- ત્રણથી પાંચ ગ્રામ ત્રિફળા પાવડર, એક ચમચી મધ, એક ગ્લાસ નવશેકુ પાણી..

ઉપાય કરવાની રિત :- આ ઉપાય કરવા મયે તમારે સૌથી પહેલા ત્રિફળા પાવડર અને મધને ચમચી વડે સારી રીતે મિક્સ કરી લેવું જોઈએ અને પાછળથી તેના પર નવશેકું પાણી ઉમેરી લેવું જોઈએ. જેથી કરીને તમારો ઉપાય એકદમ તૈયાર થઈ જશે.

જો તમે આ ખાસ ડ્રીંક ને રાતે સૂતા પહેલાં પંદર દિવસમાં એક વખત પી લેવામાં આવે તો પેટ એકદમ સાફ રહે છે અને કોઈપણ રોગ તમને પોતાનો શિકાર બનાવી શકતો નથી. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી.

જોકે યાદ રાખો કે આ ઉપાય તમારે દરરોજ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. તેનાથી તમને પેટના રોગો જેવા કે કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી વગેરે તો દૂર થશે જ સાથે સાથે તમે બીજા ઘણા રોગોનો શિકાર થતાં બચી શકશો.

તમને જણાવી દઈએ કે તમારા પેટની સાથે સાથે આંતરડાની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે. આ માટે પણ તમે ખાસ ઉપાય અપનાવી શકો છો. આ માટે સૌથી પહેલા ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. આ ઉપાય એકદમ કારગર છે અને તેનાથી તમારા આંતરડા સાફ થઈ જશે અને તેની કોઈ આડઅસર પણ નડશે નહીં.

જો તમે એકદમ મેદસ્વી થઈ ગયા છો અને વજન ઓછું કરવા માંગો છે તો પણ તમે ઉપર જણાવેલ લીંબુનો રસ અને ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા શરીરમાં જામી ગયેલ ચરબીના થર પણ ઓછાં થઇ જશે. જેના લીધે તમે એકદમ ફિટ રહી શકશો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published.