સામાન્ય રીતે હાલમાં હવામાનમાં પરિવર્તન થવાને લીધે ઘણા લોકો શરદી, ઉધરસ, કફ અને ગળામાં દુખાવા જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે જ્યારે લોકો આ બધા રોગોથી પીડિત થાય છે ત્યારે તેઓ સૌથી પહેલા ડોકટર પાસે જઈને કેમિકલ યુક્ત દવાઓ લેવાનું પસંદ કરે છે.
જોકે તમારે જાણવું જોઈએ આ બધી દવાઓ પાછળ જતા તમારા શરીર માટે હાનીકારક સાબિત થઈ શકે છે. આવામાં તમારે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. આવી સ્થિતિમાં આજે અમે તમને સેલિબ્રિટી ડોકટર રજૂતા દેવકર દ્વારા જણાવેલ કેટલાક ઘરેલુ નુસ્ખા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી શરદી, ઉધરસની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.
આ ઉપાય કરવા માટે તમારે એક એવી વસ્તુની જરૂર પડશે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. હા તમારે ઉપાય માટે સાકરની જરૂર પડશે. હવે તમે કહેશો કે સાકાર તો મીઠી આવે છે તો તે કેવી રીતે તમારી સમસ્યા દૂર કરી શકે છે? તો તમને જણાવી દઈએ કે તમારી આ વિચારસરણી ખોટી હોય શકે છે. કારણ કે સાકાર ખાવાથી શરદી થઈ શકતી નથી. તો ચાલો આપણે રજૂતાજી શું કહે છે, તેના વિશે વિગતવાર જાણીએ.
રજૂતા દેવકર તેમના સોશ્યલ મીડિયામાં અવારનવાર ઘરેલુ ઉપાય શેર કરતા રહે છે જે ઘણા લોકોને કામ લાગી શકે છે. આજ ક્રમમાં તેઓએ એક ઉપાય શેર કર્યો છે, જે સાકાર સબંધિત છે અને તેઓનું કહેવું છે કે સાકાર એક કુદરતી એજન્ટ તરીકે વર્તે છે અને તમારી ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આવામાં જો તમને શરદી, ઉધરસ, કફ, ગાળામાં ઇન્ફેક્શન વગેરેનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે આ ઉપાય અપનાવવો જ જોઈએ.
તેઓ આગળ વાત કરતા કહે છે કે આપણા આયુર્વેદમાં સાકરનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. પહેલાના સમયમાં જ્યારે ડોકટરો નહોતા ત્યારે લોકો સાકાર ખાઈને પેટના રોગીને દૂર કરતા હતા અને પાચન શકિતમાં પણ વધારો કરી શકતા હતા. આ સાથે તેનાથી કબજિયાત, ગેસ, અપચો વગેરેની સમસ્યા પણ રાહત મળતી હતી.
ઘણા લોકોનું માનવું હોય છે કે સાકાર ખાવાથી શરદી વધારે વધી જાય છે અને ડાયાબીટીસ થવાની શક્યતા વધી જાય છે તો તમને જણાવી દઈએ કે તમારી આ માન્યતા ખોટી હોય શકે છે. કારણ કે સાકારમાં એવા ગુણો મળી આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા માટે કામ કરે છે.
હકીકતમાં સાકાર શેરડી માંથી બનાવવામાં આવે છે અને તેમાંથી મળતા પોષક તત્વો પણ કોઈ દવા કરતા ઓછા નથી. જો તમે સાકાર ખાવ છો તો હિમોગ્લોબીન અને ઇન્સ્યુલીન લેવલ વધારી શકાય છે, જેનાથી તમને ડાયાબિટીસની સમસ્યા થઈ શકતી નથી.
હવે આપણે જાણીએ કે સાકરનો ઉપયોગ કરીને શરદી, ઉધરસ અને બંધ નાકની સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય છે. આ માટે સૌથી પહેલા સાકાર અને કાળા મરીને ગ્રાઉન્ડ કરીને ઘી સાથે મિક્સ કરી લો અને તેનું દરરોજ રાતે ભોજન કર્યા પચી એકાદ ચમચી સેવન કરી લો. તમારા આ ઉપાયથી ગળાની સમસ્યા સહિત શરદી, ઉધરસ અને કફમાં પણ રાહત મળી જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.