50થી વધારે બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે આ ખાસ વસ્તુનું પાણી, ડાયાબિટીસ, પેટના રોગો, આંખોની સમસ્યા માટે છે અમૃત સમાન.

કોરોના કાળમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહ્યો છે. લોકો ભોજન માં એવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હોય.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજના આ લેખમાં અમે ધાણાનું પાણી પીવાથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ધાણા એક એવી વસ્તુ છે જે દરેક ભારતીય રસોડામાં આસાનીથી મળી આવે છે. જોકે તમારે જાણવું જોઈએ કે ધાણાનો નો પ્રયોગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક માનવામાં આવે છે.

જો ધાણાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં વિટામિન એ, વિટામિન સી સહિત ઘણા આવશ્યક પોષક તત્વોની કમી દૂર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ધાણા પાણી માં પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે આપણને ઘણા પ્રકારના રોગોથી દુર રાખે છે તો ચાલો આપણે જાણીએ કે ધાણાનું પાણી કેવી રીતે બનાવવું જોઈએ અને તેનાથી કયા કયા લાભ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ધાણાનું પાણી બનાવવું એકદમ આસાન છે. ધાણાનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એકાદ ગ્લાસ પાણી લઈને તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ. ત્યારબાદ જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં એક ચમચી ધાણા ઉમેરી લેવા જોઈએ. હવે તેને ફરીથી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. હવે તમે તેને ગેસ પરથી નીચે ઉતારીને સેવન કરી શકો છો.

1. જો કોઈ વ્યક્તિને પાચન સંબંધી સમસ્યા હોય તો તે વ્યક્તિએ ધાણા પાણીનું સેવન કરવું જોઇએ, તેનાથી પાચન શક્તિમાં વધારો થાય છે.
2. જો ધાણા પાણી નું દરરોજ સેવન કરવામાં આવે તો તેનાથી પેટના રોગો જેમ કે ગેસ, બળતરા, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. જે વ્યક્તિ વજન વધારાની સમસ્યાઓથી કંટાળી ગયો છે તો તે વ્યક્તિએ માટે પણ ધાણા પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં ઘણા પાણીનું સેવન કરવાથી તમને ભૂખ લાગતી નથી અને તમે લાંબા સમય સુધી ભોજનથી દૂર રહી શકો છો, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

4. જે લોકો ડાયાબિટીસ સામે સંઘર્ષ કરી રહ્યા છે તેવા લોકો પણ આ પાણીનું સેવન કરી શકે છે. કારણ કે તેનાથી ઇન્સ્યુલિન લેવલ વધે છે અને બ્લડ શુગર ઘટે છે, જે ડાયાબિટીસની સમસ્યા દૂર કરે છે.
5. જો તમારા શરીરમાં અશુદ્ધિ જમા થઈ ગઈ છે તો પણ તમે ધાણા પાણીનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેનાથી શરીરમાં જામી ગયેલી અશુદ્ધિ બહાર આવી જાય છે અને આંતરડાં તથા પેટ સાફ થાય છે.

6. તમારી આંખો માટે પણ ધાણા પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે ધાણાના થોડાક બીજ લઈને તેને વાટીને પાણીમાં ઉકાળી લેવા જોઈએ. હવે જ્યારે તે પાણી ઠંડુ પડે ત્યારે તેને કપડા વડે ફિલ્ટર કરીને તેના બે ટીપાં આંખમાં નાંખવા જોઈએ. આવું કરવાથી આંખની બળતરા, દુખાવો, ખંજવાળ, પાણી આવવું વગેરે જેવી સમસ્યાઓથી રાહત થશે.

7. જો ઉનાળાની ઋતુમાં આ પાણીનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ઠંડક મળે છે.
8. જો કોઈને સંધિવા, હાથ-પગના દુખાવા, ગઠીયા ની સમસ્યા હોય તો તેવા લોકો પણ ધાણા પાણીનો ઉપયોગ કરી શકે છે, જેનાથી તમને રાહત મળે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment