આયુર્વેદ

એક અઠવાડીયા સુધી દરરોજ ખાલી પેટ આમળા ખાઈ લેશો તો દૂર થઈ જશે આ ભયંકર રોગો, આટલા બધા રોગોનો છે અક્સીર ઈલાજ.

આમળા એક એવી વસ્તુ છે, જેને ઔષધીય ગુણોની ખાણ કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને આમળા નું નામ સાંભળ્યું ના હોય. ઘરમાં વૃદ્ધ વ્યક્તિઓ દરરોજ આમળા ખાવાની સલાહ આપે છે, તેનાથી ફક્ત તમારા સ્વાસ્થ્યને જ લાભ થતો નથી પરંતુ ત્વચા અને વાળની સમસ્યાઓ પણ દૂર થાય છે.

તમને જણાવી દઈએ કે આમળા ઘણી રીતે ખાવામાં આવે છે, કેટલાક લોકો આમળાને અથાણું બનાવીને ખાય છે તો કેટલાક લોકો તેને સીધા ખાવાનું પસંદ કરે છે. જો આ આમળામાં હાજર પોષક તત્વની વાત કરવામાં આવે તો તેમાં વિટામિન સી વિટામિન એ-બી કોમ્પ્લેક્ષ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબર, કાર્બોહાઈડ્રેડ જેવા પોષકો મળી આવે છે.

તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે સાથે સાથે તમને તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગોથી પણ છુટકારો મેળવી શકો છો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આમળા ખાવાથી કઈ કઈ બીમારીઓને દૂર કરી શકાય છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમને હિચકી આવી રહી છે અને બંધ થવાનું નામ લઈ રહી નથી તો તમારે આમળાના ચૂર્ણમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરી લેવું જોઈએ, જેનાથી તમને હિચકી અને ઊલટીની સમસ્યા દૂર થઈ જશે.

જે લોકોને આંખની રોશની ની સમસ્યા છે અથવા જેમને નાની ઉંમરે આંખોના નંબર આવી ગયા છે, એવા લોકોએ પણ આમળાનું સેવન કરવું જોઇએ. આ માટે આમળાના ચૂર્ણમાં મધ મિક્ષ કરીને દરરોજ સવારે એક ચમચી લેવાથી આંખોની રોશની માં વધારો થાય છે. આ સાથે વધતી ઉંમર સાથે ચહેરા પર પડી ગયેલી કરચલીઓ પણ દૂર કરી શકાય છે.

તમે આજ પહેલાં ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં. જો કે આમળાની બાબતમાં આવું નથી, જો તમે આમળાના ચૂર્ણને દૂધમાં મિક્સ કરીને પી લો છો તો તમને કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે અને આંતરડાની સફાઇ પણ થઈ જાય છે. જોકે યાદ રાખો કે હંમેશાં ગાયના દૂધનો ઉપયોગ કરવો જોઈએ.

એલોવેરા અને આમળાં બંને આયુર્વેદમાં વિશેષ સ્થાન ધરાવે છે. આવામાં જો તમે આમળા અને એલોવેરાનો જ્યૂસ મિક્સ કરીને સેવન કરો છો તો વજન વધારો, હૃદયરોગ, પાચનશક્તિની સમસ્યા સાથે સાથે ત્વચા અને વાળ સંબંધી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તમારે તેનો ઉપયોગ કરવા માટે આમળા અને એલોવેરાનો જ્યૂસ કાઢીને દરરોજ સવારે ગરમ પાણીમાં મિક્ષ કરીને પીવું જોઈએ.

હાલમાં કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી ખૂબ જરૂરી છે. આ માટે તમે ગિલોય અને આમળાના જ્યૂસનું સેવન કરી શકો છો કારણકે આ બંને વસ્તુનો જ્યુસ શરીરમાં ઉર્જામાં વધારો કરે છે અને તમે તમને કોઈ વાઇરલ બીમારી થતી નથી.

આમળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જેના લીધે આમળાં હાડકાને મજબૂત કરવા માટે ખૂબ ફાયદાકારક છે. આ માટે તમારે દરરોજ સવારે આમળાના જ્યૂસનું સેવન કરવું પડશે. જેનાથી હાડકા તો મજબૂત થશે સાથે સાથે સાંધાના દુખાવા, પગના દુખાવા, સંધિવા વગેરે સમસ્યાઓ પણ દૂર થાય છે.

આમળામાં ગેલિક એસિડ, ગેલોટેનિન, એલેજીક એસિડ નામના ખાસ પોષક તત્વ મળી આવે છે, જે બ્લડશુગરને નિયંત્રિત કરવા માટે કામ કરે છે. કાચા આમળા ખાવાથી ડાયાબિટીસ ના લક્ષણો ઓછા કરવામાં મદદ મળે છે. આમળાનો જ્યૂસ પણ બ્લડ શુગર કાબૂમાં કરીને પ્રાકૃતિક રૂપે ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published.