આજના તણાવપૂર્ણ જીવનમાં લોકો શારીરિક અને માનસિક રીતે કમજોર બની ગયા છે, આપણી ખરાબ જીવનશૈલી, પ્રદૂષણ, કામનો તણાવ વગેરે જેવા કારણો તેની પાછળ જવાબદાર છે. જીવનને સુખમય બનાવવા માટે આપણે વ્યાયામ અને સ્વસ્થ હારનો સ્વાદ આહારનું પાલન કરવું જોઇએ
પરંતુ આ સિવાય પણ આયુર્વેદમાં કેટલાંક એવા નિયમો વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનું પાલન કરવાથી સમગ્ર જીવન ખુશહાલ બની જાય છે તો ચાલો આપણે જાણીએ કે આ નિયમ કયા કયા છે.
પહેલો નિયમ :- ભલે તમને સાંભળવામાં આ વિચિત્ર લાગે પરંતુ હસવાથી ઘણા ફાયદા થાય છે, જ્યારે આપણે હસીએ છીએ ત્યારે તણાવ દૂર થાય છે સાથે સાથે આપણા શરીરમાં ઓક્સિજનની કમી પણ દૂર કરી શકાય છે. આ સાથે હસવાથી આપણને ઉર્જા મળે છે, જેના લીધે તમને થાક, સુસ્તી નો અનુભવ થઈ શકતો નથી.
બીજો નિયમ :- તમે ધ્યાન આપ્યું હતું ઘણા લોકો ભોજન કરતી વખતે વાતો કરવાનું પસંદ કરે છે જોકે તમારે જાણવું જોઈએ કે ચૂપચાપ રીતે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. જ્યારે તમે શાંતિથી ભોજન કરો છો તેનાથી તમને આનંદ મળે છે સાથે સાથે દરરોજ નવું નવું ખાવાની ઈચ્છા પણ પેદા થતી નથી. જ્યારે તમે આ રીતે ભોજન કરો છો, ત્યારે તમારા તન-મન બંનેને સંતુષ્ટિ મળે છે.
ત્રીજો નિયમ :- તેલથી ત્વચાની માલિશ કરવાથી શુષ્કતા દૂર થાય છે અને શરીરની ગરમીને પણ ઓછી કરી શકાય છે. જે શરીરને પોષણ આપે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. આ એક આયુર્વેદિક ઉપાય છે, જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ વધે છે અને પાચનશક્તિ પણ સક્રિય રીતે કામ કરે છે.
ચોથો નિયમ :- આજના સમયમાં તણાવ દરેક વ્યક્તિના જિંદગીનો એક ભાગ બની ગયો છે. તમે ભલે ગમે તેટલી કોશિશ કરો પરંતુ પ્રદુષણ, કેમિકલ યુક્ત ભોજન અને ખરાબ લાઇફસ્ટાઇલ થી છુટકારો મેળવી શકતા નથી. આ એક સંક્રમિત રોગની જેમ તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી કરવાનું કામ છે.
આયુર્વેદ અનુસાર હૂંફાળું અથવા નવશેકુ પાણી પાણીમાં સૂક્ષ્મ ગુણ હોય છે જે શરીરની જળ વાહિકાઓમાં પ્રવેશ કરીને અશુદ્ધિઓને બહાર કાઢે છે. તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો સવારે ઊઠીને ઠંડા પાણીનું સેવન કરે છે પરંતુ દરરોજ સવારે નવશેકું પાણી પીવામાં આવે તો પાચનક્રિયા સારી રહે છે સાથે-સાથે રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે.
પાંચમો નિયમ :- આયુર્વેદના આ નિયમ અનુસાર દરેક વ્યક્તિએ પોતાના મોઢાની સ્વચ્છતાની કાળજી લેવી જોઈએ. જો તમારા દાંત અને જીભ સારી હશે તો મોઢામાંથી બેક્ટેરિયા અને ખરાબ શ્વાસની સમસ્યાથી છુટકારો મળે છે. આ સાથે તમે દિવસ દરમિયાન તાજગી પણ અનુભવો છો. જો તમારે મોઢાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો તમારે દરરોજ દાંત અને જીભને સાફ કરવા જોઈએ.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.