આયુર્વેદ

છેવટે મળી ગયો કફનો કાયમી ઈલાજ, એક વખત અજમાવી લેશો તો ગમે તેવો કફ પીગળીને બહાર આવી જશે.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે કફની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તો તકલીફ પડે છે સાથે સાથે શાંતિની ઊંઘ પણ આવતી નથી. જેના લીધે બીજા દિવસે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ સાથે કફ થવા પર જ્યારે તમે ડોકટરી દવાઓનો આશરો લો છો તો તેનાથી કફ તો દૂર થઈ જાય છે પણ ફેફસામાં જામી ગયેલો કફ બહાર નીકળી શકતો નથી, જેના લીધે થોડાક દિવસો બાદ ફરી પાછી કફની સમસ્યા થાય છે.

આવામાં જો તમે પણ કફની સમસ્યાથી કંટાળી ગયા છો અને તેનો કાયમી ઇલાજ કરવા માંગો છો તો તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમારી છાતી અને ફેફસામાં જામી ગયેલો કફ પણ બહાર આવી જશે. આ સાથે તમારું શરીર એકદમ નિરોગી રહેશે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

સામાન્ય રીતે જ્યારે લોકો શરદી, ઉધરસ જેવી બીમારીઓનો સામનો કરી રહ્યા હોય છે ત્યારે તેઓ કેળા ખાવા પર રોક લગાવી દે છે. જોકે તમારે જાણવું જોઈએ કે કેળામાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરી શકાય છે. આ સાથે તમને શરદી અને કફની સમસ્યા પણ રહેતી નથી.

કેળાની જેમ જ અનાનસ ની મદદથી પણ ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ મળે છે. તેનો ઉપયોગ પણ દરરોજ ની જેમ કરવો પડશે. જો તમે વારંવાર બીમાર પડી જાવ છો તો તમારે અનાનસ ભોજનમાં સામેલ કરવું જોઈએ, તેનાથી તમને આસાનીથી વાયરલ બીમારીથી છુટકારો મળી શકે છે. આ સાથે જો તમારા ફેફસામાં કફ જામી ગયો છે તો તે પણ બહાર આવી જાય છે.

જો તમે આદુ અને તુલસીને મિક્સ કરીને ઉકાળો બનાવી લો છો અને તેનું સેવન કરો છો તો તેનાથી તમને કફ અને ગળાની ખરાશ માં રાહત મળે છે. આ સાથે તેના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, જેના લીધે તમે બહુ જલદી વાયરલ બીમારીઓનો શિકાર બની શકતા નથી. જો તમને કોઈ કારણસર તુલસી મળી રહેતી નથી તો તમે ફક્ત આદુનો ટુકડો પણ ચૂસી શકો છો.

તમે આજ પહેલાં ગોળના સેવનથી થતા ફાયદાઓ વિશે જાણ્યું હશે. ગોળમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે, જેનાથી તમારા હાડકા એકદમ મજબૂત બનાવી શકાય છે. આ સાથે તેના સેવનથી તમે શરીરમાં લોહીની કમી પણ દૂર કરી શકો છો. જો તમે વાયરલ બીમારીઓનો શિકાર બની ગયા છો તો પણ ગોળ કામ કરે છે. ગોળની અસર તાસીર ગરમ હોય છે, જેના લીધે ગોળ ખાવાથી તમે શરદી, કફ, ખાંસીથી પણ છુટકારો મેળવી શકશો.

ગોળની જેમ જ તમે ગરમ પાણીમાં લીંબુ શરબત અને મધ મિક્સ કરીને સેવન કરો છો તો તેનાથી તમારી માનસિક શકતી તો સુધરે છે સાથે સાથે વાયરલ બીમારીઓ જેમ કે કફ, શરદી, ઉધરસ થી રાહત મળી શકે છે. આ સિવાય જો તમને વારંવાર કબજિયાત ની સમસ્યા રહે છે તો પણ તમે લીંબુ અને મધનો ગરમ પાણી સાથે ઉપયોગ કરી શકો છો, જે પેટ સાફ રાખવામાં પણ કારગર સાબિત થઈ શકે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published.