આ ઉપાય કરી લેશો તો કાયમ માટે દૂર થઈ જશે પગ અને ઘૂંટણની પીડા, પછી જીવનભર નહિ સતાવે દુ:ખાવો.

દોસ્તો આજે અમે તમને એક એવી ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ તમે પગની બધી જ સમસ્યાઓ સહિત બીજી ઘણી બીમારીઓ દૂર કરવા માટે કરી શકો છો. આ ઔષધિ જટામાંસી છે, શક્ય છે કે તમે આ ઔષધિનું નામ પહેલી વખત સાંભળ્યું હોય પંરતુ તેનાથી થતા લાભ વિશે જાણીને તમે પોતાને તેનો ઉપયોગ કરતા રોકી શકશો નહિ. આ ઔષધિ મોટેભાગે પર્વતો પર મળી આવે છે અને તેના મૂળ આરોગ્ય સંબંધિત બીમારીઓને દુર કરવા માટે વપરાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે આ ઔષધિને બજાર માંથી તૈયાર ઘરે લાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે જટામાંસી રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને બ્લડ પ્રેશર અને શરીરના ઘણા દુખાવા દૂર કરવા માટે કામ કરે છે. હવે ચાલો આપણે જટામાંસી નો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

જો તમને રાતે સૂતા પહેલાં ઊંઘની સમસ્યા રહે છે તો તમારે જટામાંસી નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે બજારમાંથી જટામાંસી નો મૂળનો પાવડર લાવવો પડશે. ત્યારબાદ તમારે રાતે સૂતા પહેલાં એક ચમચી આ પાવડર પાણી સાથે મિક્સ કરીને લેવો પડશે, જે તમને માનસિક રીતે શાંતિ આપશે અને સારી ઊંઘ પ્રદાન કરવામાં મદદ કરશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા ચહેરા પર ખીલ અથવા ડાઘની સમસ્યા થઈ ગઈ છે તો તમારે જટામાંસી ના મૂળને લઈને તેને ગુલાબજળમાં મિક્સ કરી દેવા પડશે. ત્યારબાદ તેને હાથની મદદથી ચહેરા પર લગાવી દો. હવે 20 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર રહેવા દઈને બાદમાં શુદ્ધ પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય કરવાથી તમારો ચહેરો થોડાક દિવસમાં ચમકદાર બની જશે અને જો ખીલ ડાઘની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે.

તમે જટામાંસી અને દશમૂળને મિક્સ કરીને ગરમ પાણીમાં ઉમેરી લો છો ત્યારબાદ તેને ઉકાળો બનાવીને લેવાથી વાયુ વિકાર ની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય જટામાંસી ને મધ તથા તજ પાવડર સાથે મિક્સ કરીને ગરમ પાણી સાથે પેસ્ટ બનાવીને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી સાંધાના દુખાવા કાયમ માટે દૂર થઈ જાય છે. આ સાથે જો તમને ગઠીયા વાની સમસ્યા છે અને દૂર થવાનું નામ લઈ રહી નથી તો તમારે તજ, સૂંઠ, હરડે અને લસણની કળીને ચપટી ચપટી લઈને દૂધ સાથે ઉકાળો બનાવીને સેવન કરવામાં આવે તો તેનાથી તમને ગઠીયા વાની સમસ્યાથી રાહત મળી જાય છે.

જો તમને કોઈ વસ્તુ આસાનીથી યાદ રહી શકતી નથી અને તમે બહુ જલદી કોઈ વસ્તુ ભૂલી જાવ છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી યાદશક્તિ નબળી બની ગઈ છે. આવામાં તમારે દૂધ સાથે જટામાંસી નું સેવન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને બહું જલદી માનસિક સમસ્યાઓમાં આરામ મળી જશે.

જો તમને ગેસ, અપચો અને ભોજન ના પચવાની સમસ્યા રહે છે તો તમારે સવારે ગરમ પાણી સાથે જટામાંસી નું સેવન કરવું જોઈએ. આ ઉપાય એકદમ કારગર માનવામાં આવે છે અને તેનાથી કોઈ આડઅસર વિના સમસ્યા દૂર થાય છે. જોકે યાદ રાખો કે તમારે આ ઉપાય ખાલી પેટ કરવો પડશે.

જો તમે જટામાંસી નો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમને ડિપ્રેશન થી દૂર રાખે છે અને મનમાં હંમેશા સારા વિચારો આવે છે. આ સાથે તેનાથી તમને માનસિક તણાવ અને કોઈ વાતને લઈને વધારે ચિંતા થતી હોય તો તેનાથી રાહત આપે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment