જો તમે આ સમયે ખાઈ લો છો બપોરનું ભોજન, તો વધી શકે છે તમારી સમસ્યાઓ.

સામાન્ય રીતે શારીરિક તાકાત અને ઊર્જા માટે યોગ્ય ખાનપાન એકદમ જરૂરી છે. જો તમે અયોગ્ય ભોજન ખોટા સમયે ખાવ છો તો તમારું શરીર અનેક બીમારીઓનું શિકાર બની શકે છે. દરેક કામની જેમ બપોરનું ભોજન કરવાનો પણ ચોક્કસ સમય હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે સમયે તમારા શરીરને પોષણ અને ઊર્જાની સૌથી વધારે જરૂર હોય છે. જો તમે આ સમય દરમિયાન ભોજન લેતા નથી તો તમારામાં ઊર્જાનો અભાવ થવા લાગે છે અને તમે થાક, આળસ તથા નબળાઈ નો શિકાર બની જાવ છો.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને બપોરનું ભોજન ક્યારે કરવું જોઈએ અને તેનો ચોક્કસ સમય કયો છે? તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઘણા ભારતીય સેલેબ્સ ને ભોજનની સલાહ આપનાર ન્યુટ્રિશનિસ્ટ રજુતા દેવકરનું માનવું છે કે બપોરનું ભોજન કરવાનો યોગ્ય સમય સવારે 11થી 1 સુધીનો હોય છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ આ સમય દરમિયાન ભોજન કરી લેવું જોઈએ.

ન્યુટ્રિશનિસ્ટનું માનવું છે કે જો તમે કોઈક કારણસર બપોરનું ભોજન 11થી 1 સુધીના લઈ શકતા નથી તો તમે આ સમય દરમિયાન એક કેળુ ખાઈ લેવું જોઈએ. આ પછી જ્યારે તમને સમય મળે ત્યારે તમે લંચ કરી શકો છો. જો તમે દરરોજ આ ટિપ્સ નું પાલન કરશો તો તમને ક્યારેય માથાનો દુઃખાવો અને એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બપોરનું ભોજન કરવાના ફાયદા :- દિવસમાં આપણે ત્રણ વખત ભોજન કરવું ખૂબ જ જરૂરી છે. લંચ દરમિયાન તમે કેલરી, પ્રોટીન, કાર્બ, ફાઈબર, ફેટ વિટામિન વગેરેથી સમૃદ્ધ ખોરાક ખાઈ શકો છો. હવે ચાલો આપણે બપોરનું ભોજન કરવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

1. બપોરનું ભોજન કરવાથી સવારે વ્યય કરેલી ઊર્જા પરત મળી શકે છે.
2. બપોરે સંતુલિત ભોજન કરવાથી બ્લડ સુગર લેવલ કાબૂમાં આવી જાય છે અને ફોકસ માં વધારો કરી શકાય છે.

3. આ સાથે યોગ્ય સમયે લંચ કરવાથી મેટાબોલિઝમ માં વધારો કરી શકાય છે.
4. લંચમાં શામેલ પોષક તત્વોની મદદથી તમે ઘણી સમસ્યાથી આપમેળે બચાવ પણ કરી શકો છો.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment