ખબર પણ ના પડે અને પેટ, કમરની ચરબી ઓછી કરવી હોય તો આ રીતે પીજો આ વસ્તુનું પાણી.

સામાન્ય રીતે બજારમાં એવા ઘણા સ્પલીમેન્ટ અને ડાયટ પ્લાન મળી આવે છે, જે વજન ઓછો કરવા માટેનો દાવો કરે છે. જોકે તમારે જાણવું જોઈએ કે આ કેમિકલ યુક્ત દવાઓ તમારે માટે પાછળથી નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે હેલધી ડાયટ અને વર્કઆઉટ કરીને વજન ઓછું કરવા માટે પ્રયાસ કરવો જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજ કારણ છે કે નિષ્ણાત લોકો પણ વજન ઓછું કરવા માટે ફળો અને શાકભાજીઓ નો ઉપયોગ કરવાનું કહે છે. આવી જ એક શાકભાજી કાકડી છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનમાં શાકભાજી તરીકે કરવામાં આવે છે પંરતુ તમને કહી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને વજન ઓછું કરી શકો છો. આ માટે તમારે કાકડીનું ખાસ ડ્રીંક તૈયાર કરવું પડશે.

હકીકતમાં કાકડીમાં વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને ફોસ્ફરસ મળી આવે છે. કાકડી વજન ઓછું કરવાની સાથે સાથે પાચન સમસ્યાઓ દૂર કરવા માટે પણ કામ કરે છે. તેનાથી તમને કબજિયાત અને ગેસ, અપચોની સમસ્યાઓ પણ થઈ શકતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સિવાય તેમાં કુકુરબિટેસી નામનું એક અનોખું તત્વ મળી આવે છે. જે પાચન તંત્ર અને લિવરને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. આ સાથે તેનાથી શરીરને ડિટોક્સ પણ કરી શકાય છે. જેના લીધે તકે કોઈપણ જાતની આડઅસરની ચિંતા કર્યા વગર કાકડીને ભોજનમાં શામેલ કરી શકો છો.

આ સિવાય કાકડી ખાવાથી ભૂખ બહુ ઓછી લાગે છે, જેનાથી તમે ભોજનથી દૂર રહી શકો છો. એક અધ્યન અનુસાર એક અઠવાડિયા સુધી કાકડીનું પાણી પીતા લોકોએ એક અઠવાડિયામાં 2થી3 કિલો વજન ઓછું કરી દીધું હતું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે ચાલો આપણે જાણીએ કે કાકડીનું પાણી કેવી રીતે તૈયાર કરી શકાય છે.

સામગ્રી :-
1 કાકડી
1 લીંબુ
1 ગ્લાસ પાણી
બ્લેક નમક (મીઠું) સ્વાદ અનુસાર

બનાવવાની રીત :-
આ માટે સૌથી પહેલા કાકડીને ધોઈને તેને છોલી નાખો. હવે તેના નાના નાના કટકા કરી લો. હવે આ ટુકડાઓને કોઈ કાચની બોટલ અથવા ઝારમાં નાખીને તેમાં પાણી ઉમેરી દો. હવે તેમાં લીંબુ નીચોવી દો. હવે લીંબુ અને કાકડીના પાણીને એક રાત માટે ફ્રીઝ માં મૂકી રાખો. હવે તમે દરરોજ તેનું સેવન કરી શકો છો. આમાં તમે આવશ્યકતા હોય તો મીઠું પણ ઉમેરી શકો છો.

જો તકે દરરોજ કાકડીનું ડ્રીંક પીશો તો તમે આસાનીથી વજન ઓછું કરી શકશો. આ સાથે કાકડીનું પાણી ડિટોકસ ડ્રીંક તરીકે વર્તે છે, જેનાથી તમે આસાનીથી શરીરમાંથી ઝેર બહાર કાઢી શકો છો. જોકે યાદ રાખો કે વજન ઓછું કરવા માટે તમારે કાકડીના પાણી સિવાય વર્કઆઉટ પણ દરરોજ કરવું જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment